________________
- આખી પૃથ્વી અજર અમર બની જાય તે ચિંતા કરવા જેવું નથી, પરંતુ તેમ કદી પણ બને નહિ. એક નિગદના શરીરમાં જેટલા જીવ છે, તેનાં અનંતમાં ભાગે પણું જીવે મોક્ષે ગયા નથી. ૧૧
પ્રશ્ન ૨૦૭ - અનંત આત્માઓ મોક્ષે ગયા અને આગળ જશે પણ ખરા, છતાં સંસાર ખાલી નહિ થાય તે સમજવા કેઈ તર્ક કે યુક્તિ છે? * ઉત્તર - ઉદાહરણથી જ જે સમજી જવું હોય તે તેવા હેતુઓ પણ આ જિનશાસનમાં અનેક છે. જેમ વિચારો કે દુનિયા પર થતા જળપ્રલય દ્વારા પણ પૃથ્વી પરની ઘણી વસ્તુઓ નદીના પૂરમાં તણાતી સમુદ્ર ભેગી થાય છે તે પણ દરિયે કદી પૂરાઈ ગયે નથી અને પૃથ્વી ઉપર કદી તેવા ખાડા કે ખામી જોવામાં આવતાં નથી. તેમ નિર્વાણ દ્વારા અનંત આત્માઓ મોક્ષે ગયા છતાં ત્યાં પૂર્તિ થઈ જતી નથી અને સંસારમાં તેટલી ત્રુટિ દેખાતી નથી. ૧૨ .” આ પ્રશ્ન ૨૦૮:-- પરમાધામી દેવે ભવ્ય હેય કે અભવ્ય હોય ? !'
ઉત્તર - પરમાધામી દેવે ભવ્ય પણ હય, અને અભવ્ય પણ હોય. ૧૩ - પ્રશ્ન ૨૦૯ - અભવીને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે કે નહિ? જે થાય છે તે કેને થયું ? . ઉત્તર – મેઘકુમારને હાથીનાં ભાવમાં સમકિત પ્રાપ્તિની પહેલાં જ જાતિ સ્મરણ થઈ ગયું હતું. આ વાત જ્ઞાતા સૂત્રનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com