SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પ્રશ્રમદી૫ ૧૨ (૨૪) રાગના સ્વરૂપની વિવિધતા • પ્રશ્ન - ૧૭૬ રાગ-દ્વેષનું સ્વરૂપ શું છે? અને અવિરતિ સાથે તેનો સંબંધ છે? : : : : ઉત્તર : શાસ્ત્ર દ્વેષ કરતાં પણ રાગને વધારે અશુભ કહે છે. દ્વષને હાથીની ઉપમા આપી છે અને રાગને કેસરીની (સિંહની) ઉપમા આપી છે. રાગ દેખીતે સારે લાગે, દ્રષિ તે ગમે જ નહિ. દ્વેષ દેખાય ભયંકર અને શમે ઝટ. રાગને શમતાં પણ વાર અને પીડા મેટી. રાગ ગયે એટલે જ તે ગયે જ છે. દ્રષની જડ રાગમાં છે. તેથી જ પરમાત્મા “વીતષ” આ વિશેષણ કરતાં “વીતરાગ” આ વિશેષણથી વધુ ઓળખાય છે. એ રાગ અવિરતિને આધારે જીવતે રહે, અર્થકામમાં જીવતે રહે, પ્રમાદમાં રાચતમાચતે રહે, એવા રાગને સ્વામી તરે શી રીતે? શ્રી જિનેશ્વર દેવના શાસનમાં આવેલાં બધાંએ અવિરતિ તજી જ દીધી છે એમ નથી, પણ એ તે નક્કી હેવું જ જોઈએ કે તેઓ અવિરતિને સારી તે માને જ નહિ. આ શાસનમાં લોભી નભે, પણ દાનને ધર્મ નહિ. માનનારે ન નભે, કૃપણતા રાખવી જોઈએ એમ માનનારે નહિ નભે. શીલનું પાલન ન થાય એ નિભાવી લેવાય, પણ શીલની જરૂર શું એમ કહેનારને ન નિભાવાય. તપ ન કરે એ નિભાવાય, પણ તપની જરૂર નથી એમ કહે એ ન નિભાવાય. ૧ પ્રશ્ન ૧૭૭ - રાગના પ્રકાર કેટલા? તેનું સ્વરૂપ શું ? અને તે કયા સૂત્રમાં આવે છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035207
Book TitlePrashna Pradip
Original Sutra AuthorN/A
AuthorJanakrai Maharaj, Manoharlal Maharaj
PublisherDashashrimali Sthanakvasi Jain Sangh
Publication Year1973
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy