________________
હતની મહત્તા છે, તે હિસાબને કર્મચક્રન પ્રવાહ જોતું નથી. તને રોગી હે કે નરગી , બહાદૂર છે કે બીકણ છે, તે સર્વ હિસાબ તેની પાસે નથી, તે તે માત્ર એક જ વાત
એ છે કે તરવાની શક્તિ છે કે નહિ ? સમય આવ્યે સર્વ અલગ થશે, અને એક માત્ર તરવાની શકિત (ધર્મ) હશે તે તે કામ આવશે. તેથી મોટી ડિગ્રી અને ઠીભવ પછવાડે પિતાના આત્માની શક્તિને જે ખર્ચો તે વાસ્તવિક રીતે સંજ્ઞી કેમ કહેવાય? આવા સંજ્ઞીને શ્રી નંદિસૂત્રની આજ્ઞા પ્રમાણે “સંજ્ઞી દૃષ્ટિવાદોપદેશ કહેવાય છે. ૬ - પ્રશ્ન ૧૨૬ - ધર્મનું સ્વરૂપ જાણવા છતાં નથી આચરી શકાતું તે આ દશા વિચિત્ર ન ગણાય?
ઉત્તરઃ સારુ ન થઈ શકવાને અને ખરાબ અવગુણે દૂર ન થઈ શકવાને ખેદ સમજદારને જ હોય છે. જે ધર્મનું મૂલ્ય સમજે છે, તેને જ ધર્મ અંગે વિચારે થાય છે. અજ્ઞાની ને પિતાની આત્મશકિતના સદુપયોગ-દુરુપયોગ અંગે વિચાર જ થતું નથી. “મારે આધીન અમૃતને ઘડે તેવા છતાં હું ગટરનું પાણુ શા માટે પીધાં કરું છું?” એવા વિચાર તે જ વ્યકિતને આવે છે કે જે અમૃતની મહત્તા અને ગટરની અધમતાને જાણે છે. જે ગટરના પાણીની હીનતાને નથી જાણત-સમજતે તેને મન તે ગટર અને ગંગા બધું સમાન જ હોય છે. આવી દશા ગાઢ મિથ્યાત્વની હોય છે. * કીડી એક મૂંગું અને નાનું પ્રાણી છે અને તે નિરંતર મીઠાશની તપાસમાં રહે છે. ભલે તે મીઠાશ મેળવી શકે કે ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com