SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠાંતર-ઉલ્લેખ: અહીં બધાં દ્વારની માહિતીનો મુખ્ય સ્રોત સપ્તતિશત થાનકવેરા છે, પરંતુ એક સ્પષ્ટીકરણ જરૂરી છે કે અહીં નોંધેલ બધી જ સંખ્યા શાશ્વત જ છે, તેમ કહી ન શકાય. ગણધર ભગવંતો, શ્રમણ, શ્રમણી આદિની સંખ્યાના બીજા પાઠો પણ મળે છે, જેમકે ભગવંત ‘અજિતના ગણધરો અહીં ૯૫ કહ્યા છે પણ સમવાય’ સૂત્રમાં ૯૦ બતાવે છે, એ જ રીતે ભ૦ ‘સંભવના ગણધરો ૧૦૨ કહ્યા પણ તિર્થોદ્રાલીક સૂત્રમાં ૯૫ કહ્યા છે. ભ૦ સુવિધિ ના ગણધરો વિષે ૮૮, ૮૪, ૮૬ ત્રણ પાઠ મળે છે. વળી કુલ ગણધર સંખ્યામાં પણ ભેદ જોવા મળેલ છે. પ્રવચન સારોદ્ધાર-૧૪૫૨, આવશ્યકનિર્યુંક્તીમાં ૧૪૪૮, તિર્થોદ્રાલીક'માં ૧૪૩૪ કુલ ગણધર-સંખ્યા બતાવે છે. આ જ પ્રમાણે શ્રમણ-શ્રમણી આદિ સંખ્યામાં પણ કોઈને કોઈ પાઠાંતરો જોવા મળેલ છે. જેમકે:-- ભગવંત અજિત'ના મન:પર્યવજ્ઞાની ૧૨૫૦૦ અને ૧૨૫૫૦ બંને મળે છે, ભ.સંભવ ના શ્રાવિકાના પ૩૬૦૦૦ અને ૬૩૬૦૦૦ બંને પાઠ મળે છે. ભ. સુવિધિના શ્રમણી ૧૨૦૦૦૦ અને ૩૦૦૦૦૦ બંને પાઠ છે. ભગવાન મલ્લીનાથના દીક્ષા-દિવસ, કેવળજ્ઞાન-દિવસ, અને કેવળજ્ઞાન-સમય સંબંધી પાઠાંતરો તો આગમમાં જ જોવા મળે છે.ત્યાં વૃત્તિકારશ્રીએ પણ આ ઉલ્લેખ કરેલ છે. આવા સર્વ પાઠાંતરો મારા ‘આગમ કથાનુયોગમાં નોંધેલ છે. ...તિ મમ્... મુનિ દીપરત્નસાગર દીપરત્નસાગરજી સંકલિત [ 4 ] “શ્રી વર્ધમાન પરિચય”
SR No.035124
Book TitleTirthankar 24 Vardhaman Swami Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size391 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy