________________
અને બેન રાગી રહે એ બેનને ન પરવડવાથી બહેન હરકુંવરે પણ દીક્ષાની માંગણી કરી. રાયચંદભાઈએ વિયોગના દુઃખ ઉપર દુઃખ સહીને એ રીતે ઉત્તમ પથે વિચરવા તૈયાર થયેલ બહેનને પણ રજા આપી. કમલકામલ ધમાં હૈયાં ભયંકર એવા હિંસાના સ્થાનસ્વરૂપ સંસારનો મેહ તે કયાં સુધી રાખે?
એ પછી તે ચરિત્રનાયક ખુશાલભાઈ આદિએ પૂજ્ય આગમોદ્ધારક દેવને બીલીમેરા પધારીને પિતાને શ્રીમતી ભાગવતી દીક્ષા આપવા અતિ આગ્રહપૂર્વક આમંત્રણ કર્યું પૂજ્ય આચાર્યદેવે પણ કૃપા દર્શાવીને એ નિમિત્તે પૂજ્ય પન્યાસજી આદિ મુનિવર સહિત શ્રીબીલીમેરા પધાર્યા, ભવની ભયંકર જાળ ભેદવા પધારેલા આચાર્યદેવને અંગે અતિ પ્રમુદિત થએલા એ ખુશાલભાઈએ એ પ્રસંગે વિશાળ ખર્ચે અઠ્ઠાઇ મહેત્સવ અને શ્રી સંધ જમણ આદિ કરીને જૈન ધર્મને ડકે વગડાવ્યો.
સંવત ૧૯૭૬ ના મહા વદ ૪ ના પુણ્યદિને એ પછી તો ચરિત્રનાયક ખુશાલભાઈએ પોતાના પુણ્યદેહ ધારણ કરેલાં ઉત્તમ વસ્ત્રાભૂષણને પણ સપની કાંચળીની જેમ ઉતારીને સર્વવિરતિ સ્વીકાર્યા બાદ તેઓ શ્રીપરમપૂજ્ય સદ્ગુરૂ આગમોદ્ધારક આચાર્ય દેવેશશ્રીના શિષ્ય મુનિરાજશ્રી ક્ષમાસાગરજી તરીકે પ્રસિદ્ધ થયા. બહેન હરકુંવર પણ તે દિવસે સાધ્વીજી શ્રી હીરશ્રીજીના શિષ્યા હેમીજીના નામે પ્રસિદ્ધ થયા. - પૂ. આચાર્યદેવ શ્રી સાથે દીક્ષા લીધી તેજ દીવસે વિહાર કરીને પૂ. મુનિરાજશ્રી ક્ષમાસાગરજી સુરત પધાર્યા. સુરતથી મહા વદ ૮ ને શ્રી જીવણચંદ નવલચંદ સંઘવીએ પૂ. આગદ્ધારક આચાર્યદેવશ્રીની નિશ્રાનળ કાઢેલા સંધ સાથે શ્રીપાલીતાણું મુકામે પધાર્યા ૧૯૭૬ નું ચાતુર્માસ પણું પાલીતાણેજ કર્યું.
પિતાના સદા પ્રસન્ન અને ખીરનીરવત્ ભીલન સ્વાભાવાદિના કારણે તેઓ શ્રીમદ્દ જોતજોતામાં જુજ ટાઈમમાંજ સમસ્ત મુનિમંડળમાં પ્રિય બની ગયા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com