________________
ભીડભંજનમ ! જરા પણ વાર ન કરતા એટલે સાધુવેશે ભક્ત મહારાજાની સન્મુખ આવી પ્રસન્નતાપૂર્વક કહ્યું કે “સેવક! જરાય ચિંતા કરીશ નહિ, સર્વ આફત દૂર થશે. ના મહારાજાએ તયાણા કહી હર્ષથી વંદન કરી વિનવ્યું કે “ભીડભંજન ભગવાન! આપ યે સ્થળે બીરાજે છે?' ગુરૂરાજે કહ્યું કે “ભક્ત ! હું ત્રીજા દેવલોકમાં વસું છું. એટલું જણાવી અદ્રશ્ય થયા અને ના મહારાજા તે સ્વરૂપને હૃદયમાં સ્થાપી આનંદમાં લીન થઈ અહોભાગ્ય માનવા લાગ્યા. બીજે દિવસે ચડી આવેલા દિલ્હીપતિના લશ્કરમાં ગુરૂરાજના પ્રતાપથી ફુટફાટ થઈ ભંગાણ પડયું. બાદશાહી લશ્કરને આગેવાન જીવ લઈ નાઠે કઈ એક બીજાને તપાસવા પણ ન રહ્યા આમ થવાથી જોધપુરનરેશની ગુરૂરાજ ઉપર મહાન શ્રદ્ધા ભક્તિભાવ વ ને ગુરૂરાજની ચરણપાદુકાને મહિમા વર્ણવી આનંદ પામ્યા. તેવી રીતે પૂજ્યશ્રીની જ્યાં જ્યાં ચરણપાદુકાઓ છે ત્યાં ત્યાં ભાવિકભકત ભાવથી પૂજન કરે છે અને તેમની આશાઓ પૂર્ણ થતી જોવામાં આવે છે. એવા મહાપ્રભાવિક પુરૂષ થઈ ગયા છે.
સાહિત્ય સેવા –આ પુસ્તકમાં આલેખાયેલા પૂજ્યશ્રીના જીવનચરિત્રમાં તેઓશ્રીએ ગુજરાતી, પ્રાકૃત, સંસ્કૃત, હિન્દી વિગેરે ભાષામાં જે ૧૭૧ પુસ્તકે ગદ્ય-પદ્યમાં બનાવ્યાની નેંધ મળી છે તે પરથી સૌ કોઈને તેઓશ્રીના અગાધજ્ઞાનની પ્રતીતિ થાય તેમ છે. પરંતુ એ સાહિત્ય વાંચતાં તેને એકએક શબ્દના થતા ભિન્નભિન્ન અર્થો જોતાં ખરેખર આ કૃતિઓ કોઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com