________________
મહાજને લાચાર છે. શાબ્દિકવિધ સિવાય બીજી કોઈ શક્તિ નથી કે તે પિતાના રાજવીને નિર્દોષ પશુ-પક્ષીઓની થતી હિંસા અટકાવી શકે. આજે જીવદયાને ઝરો સુકાત જાય છે અને તેથી જ આ જગતમાં અનેક રિદ્ધિ-સિદ્ધિ પામવા છતાં પણ દુઃખી દેખાય છે. આપણને બીજા નિર્દોષ જીવને હણવાને શું અધિકાર છે? આપણે આજે દયાશુષ્ક બનતા જઈએ છીએ. જે કીડી-મંકેડી હણવાથી આપણને અરેરાટી ઉપજતી તે “અરેરાટ' શબ્દ આપણું મગજમાંથી ગુમ થઈ ગયા છે. આજે ઠેરઠેર વ્યવસ્થિત કલખાનાઓમાં હજાર રેની કલ્લ થાય છે. આજે ઠેરઠેર નિર્દોષ પશુ પક્ષીઓના સંહાર થાય છે. ભગવાન નેમિનાથ જેવા શ્રી તીર્થંકરદેવની સંસારી અવસ્થામાં લગ્નની જાન જોડાઈ. આ લગ્ન ઉત્સવ અંગે સામા પક્ષે નિર્દોષ પશુ-પંખીઓને અન્ય જીવોની હિંસા મહેમાનની મજલસ માટે કરતાં પશુઓને પિકાર ભગવાનના હૃદયને સ્પર્યો. અને ભગવાનનું હૃદય કકળી ઉઠયું કે મારા એકના લગ્ન માટે આટલા બેસુમાર પશુઓની હિંસા? તેમણે ત્યાં જીવદયા ચિંતવી અને લગ્નને વિચાર પડતું મૂકી પાછા ફરી સર્વવિરતિને સ્કવાર કર્યો. એ પણ એક રાજકુમાર હતા. પરંતુ આજના રાજવીઓ એશઆરામ અને મોજશોખમાં મસ્ત હોય ત્યાં એમને સાચો ધર્મ કોણ સમજાવે? આજનું વાતાવરણ સર્વત્ર એકસરખું જ હોય ત્યાં કોણ કોને દાખલ ભે?
આગળના સમયમાં ખંભાતના નવાબ સાહેબ જેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com