________________
૩૫ પૂજ્ય સૂરીશ્વરજી મહારાજાએ સં. ૧૫૭૫ નું ચાતુર્માસ ત્યાંજ કર્યું.
શ્રાવક-શ્રાવિકાઓએ પિતાના અહોભાગ્ય માની આ મહાન તિર્ધરના સાંપડેલા સુયોગથી તપ, જપ, વ્રતાદિ પચ્ચખાણની ક્રિયાઓ વિશિષ્ટ પ્રકારે શરૂ કરી અને ચઢતા ભાવ વડે ગુરૂ ઉપદેશના પરિણામે દાન, તપ, શીલ અને ભાવને મહિમા ચોમેર પ્રવર્તાવ્યો. પ્રભાવના, પૂજા-સાધમિક વાત્સલ્યાદિ પુણ્યને પિષતાં અનેકવિધ કાર્યો એ ચાતુર્માસ દરમ્યાન થયાં. બાગ હોય પણ જળસીંચન કરનાર માળી ન હોય તે પુલ માંથી ઉગે ? ડબ્બા હોય પણ એજીન ન હોય તે તેને ગતિમાં કેણ લાવી શકે? એવીજ રીતે સરળ શ્રાવક શ્રાવિકાઓ અણહીલપુરમાં હતા પણ તેમને ક્રિયાનુષ્ઠાનદશક પૂજ્ય પુરૂષને સુયોગ ન સાંપડે તે આત્માની અનંતશક્તિ પિકિ ઉપરોક્ત શક્તિઓ કયાંથી ખીલે?
આ ચાતુર્માસ દરમ્યાન પૂ. સૂરીશ્વરજી મહારાજાની વૈરાગ્યમયવાણીથી પ્રેરાઈ અંતરંગ વૈરાગ્ય ભાવનાથી રંગાયે છે એવા શેઠ ભીમાશાહ અને વહાલાદેવીના સુપુત્ર શ્રી અમરસિંહ કે જેને જન્મ સંવત ૧૫૬૦ ના માગશર સુદી ૧૧ ના રોજ શુભ સમયે થયેલ હતું તે પૂજ્ય ગુરૂદેવ પાસે ૧૫ વર્ષની બાલ્યવયે શ્રીભાગવતી પ્રવજ્યા લેવા તત્પર થાય છે. પૂજ્ય ગુરૂદેવે તેના વૈરાગ્યભાવની પરીક્ષા-કટી કરી અને બાદ માતાપિતાદિની રજા મેળવવા આજ્ઞા કરી.
અને એ સરળસ્વભાવી તેમજ શ્રી જિનેશ્વરદેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com