________________
જોધપુરમાં ઉપરના મહોત્સવની પૂર્ણાહુતિને અંતે પૂ. આચાર્યદેવ શ્રીમદ્ પાશ્વ ચદ્રસૂરીશ્વરજી મહારાજ હૃદય
તને પ્રગટાવતા, ઉગ્ર વિહારના નિયમોને અમલમાં મુકવા લાગ્યા. આજે તે પરિસ્થિતિ એવી છે કે વિહારના જરૂરીયાત વાળા સ્થાને વર્ષોના વર્ષો ખાલી પડી રહે છે. જ્યારે એકજ
સ્થળે ઉપરાઉપરી ચાતુર્માસ થાય છે. શાસ્ત્રોક્તદ્રષ્ટિએ કારણ સિવાય એકજ સ્થાનમાં બીજું ચાતુર્માસ નહિ કરવાના ફરમાનને આજે ઠેરઠેર છડે ચોક ભંગ થઈ રહ્યો છે. આ સ્થિતિ મીટાવવા અને વિડારથી અણખેડાયેલી ભૂમિને પાવન કરવા માટે ગ્ય પ્રબંધ થવાની ઘડી આવી પહોંચી છે.
વિહાર કરવા સાથે આચાર્ય ભગવાન તપશ્ચર્યાને કાંઈ થોડાજ વિસારે પાડે એમ હતું. એઓશ્રીએ ઉગ્ર તપ્રશ્ચર્યા પણ જારી રાખી. સંયમ શુદ્ધિ માટે તપની હંમેશા આવશ્યક્તા રહેલી છે. સંયમ એ કાંચન છે જ્યારે સમ્યકત્વ કાંચનને વિશુદ્ધ બનાવનાર અગ્નિ છે. આ અગ્નિ દેહને તપાવતો નથી પણ આત્મામાં જે કાંઈ દેષરૂપ પુજે હોય છે તેને તે જલાવી દેનાર છે. જેમ ચારિત્ર વિના આત્માની શુદ્ધિ નથી તેમ તપ વિના શુદ્ધ ચારિત્રની પણ સિદ્ધિ નથી. જ્ઞાની મહાત્માઓએ તપના મહાભ્યનું ઘણું ઘણું વર્ણન કરી ચારિત્રધર્મને સ્થિર કરનાર મહાન સાધન તરિકે તપને જણાવેલ છે. સંયમની શુદ્ધિ અહિંસારૂપ ધર્મના યથાર્થ પાલન માટે અતિ આવશ્યક છે. તેમ સંયમ ધર્મના શુદ્ધ પાલન માટે તપની શુદ્ધિ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com