________________
૧૫૭
આપનાર યાદવ તીર્થકર શ્રી અરિષ્ટનેમિજી અને કમયેગને અપનાવી જગત સમક્ષ એક મહાન બોધપાઠ રજુ કરનાર ભગવાન શ્રી કૃષ્ણના પુરૂષાર્થ વડે ધર્મભૂમિની કીતિ આજલગી સુવાસ આપી રહી છે. આ બધો પ્રતાપ ધાર્મિક જ્ઞાનને હતે. જીવનમાં ધાર્મિક કેળવણી એ આવશ્યક વસ્તુ છે એમ જ્યારે સમજાય, તેના પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન થાય ત્યારે જ તેને વાસ્તવિક મર્મ આપણે સમજી શકીએ.
પ્રત્યેક સમાજ, રાષ્ટ્ર અને ધર્મને વિકાસ ભાવી પ્રજાના હાથમાં રહેલું છે. એ ભાવી પ્રજા જેટલી સમાજ પ્રિય, રાષ્ટ્રપ્રેમી અને ધર્મપ્રેમની તથી વિભૂષિત થયેલી હોય છે તેટલો તે સમાજ, રાષ્ટ્ર ને ધમની ઉન્નતિ સાધ્ય બને છે. એથી જ આપણે બાળકોને બચપણમાંજ સુસંસ્કારેને વારસો આપવા અર્થે ધામિક કેળવણી તરફ દોરવા જોઈએ. કેળવણી એ જીવનમાં દીપક સમાન છે. આજે ઉંમરે પહોંચેલા યુવાનેને બોધ અસર કરી શકવા અર્થ છે સિવાય કે તે વર્તમાન વાતાવરણની અટવીમાં અટવાયેલ ન હોય અને પૂર્વના ગ્રહયોગો સારા હેય. આજનો યુવાન વર્ગ તો વાતવાતમાં શંકા-કુશંકાઓ ઉઠાવનાર અને દલીલે ખૂટે ત્યાં વિતંડાવાદ કરનારે માલુમ પડે છે. વર્તમાન જગતનું વાતાવરણુજ એવું છે કે ધાર્મિકતા તરફ એનું ધ્યાન ભાગ્યેજ દોરાય છે. એટલું જ નહિં પણ જડ પદાર્થોમાં એની આશક્તિ વધતી જાય છે. વળી જેઓ ઉમ્મરે પહોંચેલા છે તેઓને પણ યોગ્ય માર્ગે લાવવામાં મુશ્કેલી છે. ત્યારે એક બાલ્યવર્ગજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com