________________
૧૪૫
પણ સીધે સંસર્ગ તે અમદાવાદ મુકામે કેટલાક ચર્ચાસ્પદ પ્રશ્નો જેવા કે દેવદ્રવ્ય, દીક્ષા વિગેરે પર સર્વાનુમતે નિર્ણય કરવા માટે બોલાવવામાં આવેલ શ્રી અખિલ ભારતીય જૈન છે. મૂ. પૂ. સાધુ સંમેલન સમયે થયે. નગરશેઠ શ્રી કસ્તુરભાઈ મણીભાઈ જેઓએ આ સંમેલન અનેક જહેમત મેળવ્યું તેઓ તરફથી શ્રીપાધચંદ્રસૂરિગછના મુનિરાજે પૂ. શ્રી જગચંદ્રજી ગણી મહારાજ અને પૂ. શ્રી સાગરચંદ્રજી મહારાજ વિ૦ ને આમંત્રણ કરવામાં આવ્યું. અને સ્વ. પૂ. આચાર્ય મહારાજ શ્રી સાગરચંદ્રસૂરીશ્વરજી મહારાજની વિદ્વત્તા, ચર્ચા કરવાની પ્રશંસનીય રીત જોઈને તેઓશ્રીને શ્રીપાશ્વ ચંદ્રસૂરિગચ્છના પ્રતિનિધિ તરીકે પ્રથમ ૭૨ ની અને પછી ૩૦ ની કમીટીમાં નીમવામાં આવ્યા. દિવસો સુધી ઉપરોક્ત પ્રશ્નો પર ચર્ચાઓ ચાલી. તેમાં સ્વ. આચાર્ય મહારાજે રસપૂર્વક સુંદર ભાગ ભજવ્યો છે એટલું જ નહિ પણ કેટલીયે બાબતમાં તટસ્થ તરીકે એમનાં સલાહ-સૂચને કિમતી થઈ પડયા છે એમ એ સંમેલનમાં હાજરી આપનારા અનેક પૂ. આચાર્યાદિ મુનિરાજોના મુખેથી સાંભળવામાં આવ્યું છે. અને છેવટે જે મુખ્ય નવની કમીટિ નિયુક્ત કરવામાં આવી તેમાં પણ પૂજ્યશ્રી એક હતા. એજ બતાવી આપે છે કે તેઓશ્રીની વિદ્વત્તાની જે કિંમત ગૃહસ્થ આંકતા તેટલી જ કિંમત અન્ય ગચ્છના વિદ્વાન આચાર્યાદિ મુનિરાજે પણ આંકતા હતા. આ સંમેલને પટ્ટકરૂપે કરેલા ઠરાવ પર સ્વ. આચાર્યશ્રીની મહોર છાપ હતી અને ભારત વર્ષના જૈનસંઘના દ્વારે એ પટ્ટક પહોંચી પણ ગયા હતા. આમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com