________________
૧૩૫
તપસ્વી મુનિરાજ શ્રી જગતચંદજી ગણિવરનું
ટુંક જીવન ચરિત્ર કચ્છ દેશમાં મુંદરા તાબે દેશલપુર ગામે રાયસીભાઈ અને નેણબાઈ નામે ધર્મદંપતી પોતાની સ્થિતિ અનુસાર ધર્મપ્રવૃત્તિમાં મગ્ન રહેતા હતા. શ્રીપાચંદ્રગચ્છના વિદ્વાન મુનિરાજોના અવારનવાર થતા ચાતુર્માસ દરમ્યાન આ ધમદંપતી આત્માની આરાધના માટે શક્ય તેટલું કરવા ચુકતા નહિં. સં. ૧૯૩૫ની સાલમાં નેણબાઈએ એક પુત્રરત્નને જન્મ આપે. પુત્રના લક્ષણ પારણામાંથી તેમ આ બાલક ધીમેધીમે વયને પામતાં તેજસ્વી અને ક્રાંતિકારી જણાવા લાગે. માતાએ એનું નામ હધુભાઈ પાડયું. હધુભાઈ પૂર્વના પુણ્યદયે ધાર્મિક સંસ્કારથી રંગાવા લાગ્યા અને વ્યવહારિક કેળવણી સામાન્ય રીતે મેળવી વધુ ચિત્ત તે ધાર્મિક કેળવણી અને ગુરૂગમ પરત્વેજ હતું. દેશલપુરમાં પધારતાં પૂ. મુનિ રાજેની સુશ્રુષા–વૈયાવચ્ચ કરતા હતા. આમ ગુરૂદેવેની સેવા કરતાં કરતાં ઉંમર થતાં એમનું મન વૈરાગ્ય તરફ ઢળતું ગયું. માતપિતાદિ સમક્ષ પિતાને મનસુબે જાહેર કર્યો કે પોતે સંસારની અટવીમાં અટવાવા માગતા નથી પણ પરે પકારી શ્રીતીર્થંકર પરમાત્માએ જગતના કલ્યાણ માટે દર્શાવેલ ત્યાગમાર્ગે જવા માગે છે.
આ સમય દરમ્યાન પૂ.પા. સ્વ. આચાર્ય મહારાજ શ્રીભ્રાતૃચંદ્રસૂરીશ્વરજી મહારાજને પરિચય થયો. ગુરૂShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com