________________
શાંતમૂર્તિ શ્રીકુશલચંદ્રગણિવર
આપણા ગચ્છના આ આઘમહાપુરૂષે જ્ઞાન અને ક્રિયા સુમેળવાળી સાધનાને પ્રચાર કરી અનેક ભવી અને સન્માર્ગમાં જોડ્યા છે. કારણું શાસ્ત્રકાર મહારાજાએ ફરમાવે છે કે “એકલા જ્ઞાનથી કે એકલી કિયાથી મોક્ષની પ્રાપ્તિ શક્ય નથી પરંતુ જ્યારે જ્ઞાન કિયામાં પરિણમે છે અને સમ્યજ્ઞાન, દર્શન ને ચારિત્રને ત્રિવેણી સંગમ થાય છે ત્યારે જ આમા મોક્ષના ચિંતવનમાં એકાકાર બને છે અને કર્મો ખપાવતે ભવબંધનને તેડતે સિદ્ધશીલાએ પહોંચવા ભાગ્યશાળી થાય છે. આવા મહાત્માઓ હંમેશાં જીવનભર બ્રહ્મચર્ય વ્રતને પાળનારા હોય છે. બ્રહ્મચર્ય એ એવું વ્રત છે કે જેને શાસકાર મહારાજાઓએ જગતમાં એ વ્રતને દીપકની-સમુદ્રની ઉપમા આપી છે આ વ્રત પાળનારમાં બીજી આત્માની અનંત શકિતઓ સ્વયં પ્રગટે છે અને એ પ્રગટવા સાથે પોતે જગતમાં ફેલાચેલ ધર્મ વિષેના અંધકારને ફેડવા શક્તિમાન થાય છે અને જેણે બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું તે જગતના માહમાયા ને મમત્વ પર આધિપત્ય સ્થાપે છે.
શીશલચંદ્રજી ગણીમાં એવી મહાન શક્તિઓને સંચાર થઈ ચૂક્યું હતું કે તેઓશ્રીએ બાલ્યકાળથી જ પિતાને પ્રભાવ જૈન સમાજમાં પાડ્યો હતો. તેઓશ્રીએ મુખ્યત્વેકરીને ક્રિયાનુષાને વિષે ફેલાયેલી લૌકિક આચારશ્રેણીને દૂર કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com