________________
રસ્તાવના જગતમાં સર્વ કેઈ આત્માઓ સુખને ઈ છે, દુઃખને ઈચ્છતા નથી; ઇચ્છિત સુખ મેળવવા માટે અનેક પ્રયત્ન કરે છે. પરંતુ સુખની પ્રાપ્તિ અપ્રાપ્તિ આત્માના ઉત્કર્ષક અને અપકર્ષને આધારે થાય છે. પરમાત્મ ધ્યાનમાં ચિત્તની એકાગ્રતા એ આત્માને ઉત્કર્ષ સાધવા માટે ઉત્તમ સાધન છે. તે એકાગ્રતા ઘણે પ્રકારે સધાય છે. તેમાં સંગીતથી થતી એકાગ્રતા ઘણું સચોટ અને સરળ છે એ વાત સહ કેને અનુભવ સિદ્ધ છે.
ગીત-વાજીંત્ર અને નય એમ સંગીત ત્રણ પ્રકારનું છે. કહ્યું " गीतं वाद्यं नर्तनश्च, अयं संगीत मुच्यते॥
સકલચંદ્રજી ઉપાધ્યાય કૃત સત્તર ભેદી પૂજામાં પણ અનુક્રમે ૧૫-૧૬ અને ૧૭મી પૂજા ગીત નૃત્યને વાઘની છે. વળી શાસ્ત્રમાં પણ અન્ય પૂજાઓ કરતાં ગીત વાજીંત્ર પૂજાનું ફળ અનંતગણું બતાવ્યું છે. તે આ પ્રમાણે
सयं पमज्जणे पुण्णं, सहस्सं च विलेवणे ॥
सयसाहस्सियामाला, भणन्तं गीयवाहए ॥ અથ–પ્રમાર્જન પૂજાનું સેગણું પુણ્ય છે, વિલેપન પૂજાનું હજારગણું
પુણ્ય છે. લાખગણું પુણ્ય માલા પહેરાવવાનું છે. અને ગીત વાજીંત્ર પૂજાનું ફળ અનન્તગણું છે.
શ્રી મહાવીરસ્વામીના ચૈત્યવન્દનમાં શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ જિનવર બિમ્બને પૂજતાં, હેય શતગણું પુણ્ય ! સહસગણું ફળ ચન્દને, જે લે એ તે ધન્ય છે લાખગણું ફળ કુસુમની, માળા પહેરાવે છે અનંતગણું ફળ તેહથી, ગીત ગાન કરાવે છે
આ બાબતને રાવણ જેવા પ્રતિ વાસુદેવે આ પ્રકારની પૂજથી વીર્થકર નામ કર્મ બાંધ્યું. એ વાત વિશેષે પુષ્ટ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com