________________
૧૫
વામાં, કાલ, ભાગ્ય, પુરૂષાર્થ હોવા છતાં પણ સ્વભાવને અભાવ હેવાથી પેદા નહિંજ થાય.હવે આ ચારે-કાલ-કર્મ-પુરૂષાર્થ-સ્વભાવકારણો હેય; પરન્તુ ભવિતવ્યતા ન હોય, તે પણ કાર્યસિદ્ધિ નહિં થાય. બીજ સારું હોય, અને અંકુરે ઉત્પન્ન થયા, પરંતુ જે હેનહાર-ભવિતવ્યતા ઠીક નહિં હોય તો કંઈને કઈ ઉપદ્રવ થઈ તે નષ્ટ થઈ જશે.
એટલા માટે કોઈ પણ કાર્યની નિષ્પત્તિમાં જેનશાસ્ત્રકારોએ આ પાંચ કારણે માનેલાં છે અને આ પાંચે કારણે એક બીજાની અપેક્ષાએ પ્રાધાન્ય ભોગવે છે.
કહેવાનો મતલબ કે જનશાસનની એ ખાસ ખૂબી છે કે કેઈ પણ વસ્તુમાં એકાન્તતાને અભાવ છે. એકાન રીતે અમુકજ કારણથી આ થયું, એમ માનવાની મના છે, અને તેથી જ જેન
નમાં સ્યાદ્વાદને સિદ્ધાન્ત પ્રતિપાદિત કરવામાં આવ્યો છે. આ પ્રસંગે આ સ્યાદ્વાદને સિદ્ધાન્ત થોડે સ્પષ્ટ કરવાની કશીશ કરીશ.
સ્યાદ્વાદ.
સ્યાદાદ એટલે અનેકાન્તવાદ. અનેકાન્તવાદનું પ્રાધાન્ય જૈનદર્શનમાં એટલું બધું માનવામાં આવ્યું છે કે જેના લીધે “જૈનદશન ” નું અષરનામ પણ “અનેકાન્તદર્શન” રાખવામાં આવેલ છે. આ સ્યાદાદનું યથાસ્થિત સ્વરૂપ નહિ સમજવાના કારણે કેટલાએ એને “સંશયવાદ” તરીકે પણ ઓળખાવ્યો, પરંતુ વસ્તુતઃ “ સ્યાદ્વાદ” એ “સંશયવાદ” નથી. “સંશય” તે એનું નામ છે કે “એક વસ્તુ કે ચોક્કસરૂપે સમજવામાં ન આવે.” અંધારામાં કંઇ લાંબી લાંબી વસ્તુને જોઈ વિચાર ઉત્પન્ન થાય કે
આ દેરડી છે કે સર્ષ ?” અથવા દૂરથી લાકડાના હંઠા જેવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com