________________
શ્રી ગતમસ્વામિને નમ:
પ્રકાશકીય નિવેદન.
પરમાત્મ દશા પ્રાપ્ત કરવાને પ્રભુનું ધ્યાન એ પરમ સાધન છે. ધ્યાનના ચાર પ્રકાર છે પિંડસ્થ, પદસ્થ, રૂપ ને રૂપાતીત. પિંડસ્થા ધ્યાનમાં શ્રીવીતરાગ પરમાત્માની પ્રતિમાનું અવલખન રાખી દ્રવ્યપૂજા અને ભાવપૂજા કરાય છે. આ બન્ને પ્રકારની પૂજા પૂર્વે વિશિષ્ટશક્તિ સંપન્ન અને સમૃદ્ધિવાળા આત્માઓ સ્વસ્વરુચિ પ્રમાણે ભાલ્લાસ વધે એ રીતે કરતાં; પરંતુ ઉતરતા કાળે દરેકમાં તેવા પ્રકારની શક્તિ નહિં હોવાને કારણે તેની વ્યવસ્થા બંધાણી. એકવીશ પ્રકારી, સત્તરભેદી, અષ્ટપ્રકારી વગેરે પૂજાના વ્યવસ્થિત પ્રકાર છે. દિવસે દિવસે જનતાનું આકર્ષણ વધ્યું છે તે તે પૂજા કરતાં ભાવના સ્થિર રહે - ઉલ્લાસ વધે એવા ગીત-પદ વગેરે રચાયાં, તેનાં વિધવિધાનની સુંદર પેજના જ વામાં આવી.
ઉપાધ્યાય શ્રી સકલચન્દ્રમણિએ કાઉસ્સગ્ય ધ્યાને મને રમ અને પ્રભાવભરી પૂજાઓ રચી. અત્યારે પ્રચલિત પૂજાઓમાં તે પૂજાઓ પ્રથમ સ્થાને છે. ઉપાધ્યાય શ્રી. યશોવિજયજી મહારાજે શ્રી શ્રીપાલ રાસની પૂર્તિ કરતાં શ્રી નવપદના વર્ણનની સુંદર ઢાળ રચી. પાછળથી તે ઢાળે આગળ પાછળના વધારા સાથે શ્રી “નવપદ પૂજા' તરીકે પ્રસિદ્ધિમાં આવી. પછી તે શ્રી વિજયલક્ષ્મી સૂરિજી મ., શ્રી ઉત્તમવિજયજી મ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com