________________
૩૦
મુનિથી દુર ધરવિજ્યકૃત
તાસ પદ્મપ્રભાવક શાસન–દીપક જગ પંકાયા હા, તપાગચ્છ નાયક વર દાયક, સૂરિસમ્રાટ કહાયા-ઋષભ૦૫ શ્રીમન્નેમિસૂરીશ્વર રાજે, તેજે તપે સવાયા હા; વિશાળ શિષ્ય પરમ્પર જેમાં, સાત સાત સૂરિરાયા
ઋષભદ્
શાસ્ત્રવિશારદ કવિરત્ન ને, પીયૂષપાણિ પાયા હા; વિજયામૃતસૂરીશ્વર શાસન–રાગે હૃદય રંગાયા-ઋષભ૦૭ તાસ વિનય વિનય ગુણ પૂરા, શૂરા તપે તપાયા હા; કાયા માયા દૂર કરી મુનિ, પુણ્યવિજય મુનિરાયા
ઋષભ૦૮
નિજ સુત હિત કરવા ભવ તરવા, કુટુમ્બ માહ ત્યજાયા હે; એ અમ સદ્દગુરુ પૂજ્ય જનક એ, મનક ગુરુ સમ ધ્યાયા.
ઋષભ૦૯
શશિ મુનિ જિન સમ (૨૪૭૧) વીર જિન વર્ષે, ગાયમ કેવલ દિવસે હા; જામનગરમાં રહીચામાસું,બાર ચૈત્ય જ્યાંવિલસેૠષભ૦૧૦ ભક્તિ ભાવ ધરી સમકિત નિર્મલ, કરવા ઐહ ઉપાયા હૈ।, ધુરંધરવિજય ઋષભજન થુણુતાં, જય મંગલ વરતાયા.
ઋષભ૦ ૧૧
પહેલી પૂજા ભાવનગરમાં, સધ મળી સમુદાયા હૈ। મૂળનાયક આદિજિન ચૈત્યે, પૂરણ હર્ષ પઢાયા—ઋષભ૦૧૨ ઇતિ સંપૂર્ણ શ્રી આદિજન પચકલ્યાણક પૂજા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com