________________
[ ૭૩ ]
નૂતન શ્રી શત્રુંજયનાં ૨૧ ખમાસમણ દેવા માટેના
૨૧ નામેના ગુણગર્ભિત દુહા
પહેલા ખમાસમણના દુહા સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. ૧ અંગ વસન મન ભૂમિકા, પૂજાગરણ સાર; વાયદ્રવ્ય વિધિશુદ્ધતા શુદ્ધિ સાત પ્રકાર. ૨ કાર્તિક સુદિ પૂનમ દિને, દસ કેટી પરિવાર; \ દ્રાવિડ વારિખિલજી, સિદ્ધ થયા નિરધાર. ૩ તિણે કારણે કાર્તિકી દિને, સંઘ સયલ પરિવાર આદિજન સનમુખ રહી, ખમાસમણ બહુ વાર. ૪ એક્વીશ નામે વરણુ, તિહાં પહેલું અભિધાનઃ શત્રુજય શુકરાયથી, જનક વચન બહુમાન. ૫ [ “સિદ્ધાચલ સમરું સદા સેરઠદેશ મઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. ૧]
આ દુહો પ્રત્યેક ખમાસમણ દીઠ ખમાસમણના દુહા બોલ્યા બાદ બેલ અને પછી ખમાસમણ દેવું.
બીજા ખમાસમણના દુહા સમસયાં સિદ્ધાચલે, પુંડરીક ગણધાર; લાખ સવા માહાતમ કહ્યું, સુર નર સભા મઝાર. ૬
૧ શરીરશુદ્ધિ. ૨.વસ્ત્રશુદ્ધિ. ૩.ચિત્તશુદ્ધિ. ૪.ભૂમિશુદ્ધિ. ૫.ઉપકરણ શુદ્ધિ કે દ્રવ્યશુદ્ધિ. ૭ યથાર્થવિધિ શુદ્ધિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com