________________
સ્વ. માણેકબાઈ કરમચંદ શાહ
કચ્છના પાટનગર ભુજમાં તેમને ર૬ મી સપ્ટેમ્બર ૧૮૯૨ ના રોજ જન્મ થયેલું. “માણેક જેવા કાન્તિવાળા હોવાથી તેમનું માણેકબાઈ એવું યથાર્થ નામ પાડવામાં આવ્યું. બાળવયમાં ઉચિત સંસ્કાર ” લઈ તેઓ સુશીલ અને સગુણ શ્રેઠિવર્ય શ્રી કરમચંદ લાલચંદભાઈ સાથે લગ્નગ્રંથીથી જોડાયા.
સરલ સ્વભાવી અને સૌમ્ય મુખમુદ્રાને કારણે તેઓ જે સર્વના પ્રીતિપાત્ર બની ગયા. કુશળ ગૃહિણી તરીકે ગૃહ-સંસાર ચલાવી ધસુર પક્ષમાં સર્વ કેઈની ચાહના પ્રાપ્ત કરી લીધી.
ધર્મના સંસ્કાર ગળથુથીમાંથી જ હોવાથી નિત્યકર્મ કદી પણ ચૂકતા નહિ. અઠ્ઠાઈ અને વર્ષી તપ જેવી તપશ્ચર્યા કરી સ્વજીવનનું સાફલ્ય કરેલું અને તે શુભ પ્રસંગને અનુલક્ષીને સુકતની લક્ષ્મીનો સારા પ્રમાણમાં અવ્યય કર્યો. દરેક માસે અષ્ટમી-ચતુર્દશીને ઉપવાસ કરતા. ઘણા વર્ષોથી ગરમ ઉકાળેલું પાણી હંમેશા પીતા અને ચેવિહાર પણ કરતા. કલકત્તામાં તેઓશ્રીની ધર્મકરણની સૌ કોઈ પ્રશંસા કરતું.
ચોસઠ વર્ષની વ્ય થવા છતાં તેમની ધર્મશ્રદ્ધા ઘણી જ દૃઢ હતી. ૨૧ મી સપ્ટેમ્બર ૧૯૫૬ ના રોજ તેઓ સ્વર્ગવાસ પામ્યા તે દિવસે વહેલા ઊઠી પ્રથમ પ્રતિક્રમણ કરી લીધું. તે દિવસે જિનાલયમાં શાન્તિસ્નાત્ર જેવો મંગળકારી પ્રસંગ હોવાથી મેટર ડાઈવરને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com