________________
શત્રુદ્ધાર
[ ૬૫ ].
રાયણ પગલાંનું સ્તવન નીલુડી રાયણ તરુ તળે સુણ સુંદરી, પીલુડા પ્રભુજીના પાય રે ગુણમંજરી. ઊજજવલ યાને થાઈએ સુણસુંદરી, એહી જ મુક્તિ ઉપાય રે ગુણ મંજરી. શીતલ છાયાએ બેસીએ સુણ સુંદરી, રાતડે કરી મન રંગ રે ગુણમંજરી. પૂજીએ સેવન ફૂલડે સુણ સુંદરી; જેમ હોય પાવન અંગ રે ગુણમંજરી. ખીર ઝરે જેહ ઉપરે સુણ સુંદરી, નેહ ધરીને એહ રે ગુણ મંજરી; ત્રીજે ભવે તે શિવ લહે સુણ સુંદરી, થાયે નિર્મલ દેહ રે ગુણમંજરી. ૩ પ્રીત ધરી પ્રદક્ષિણા સુણ સુંદરી. દીએ એહને જે સાર રે ગુણમંજરી; અભંગ પ્રીતિ હોય જેહને સુણ સુંદરી, ભવ ભવ તુમ આધાર રે ગુણમંજરી. ૪ કુસુમ પત્ર ફલ મંજરી સુણ સુંદરી, - શાખા થડ ને ભૂલ રે ગુણમંજરી; દેવતણ વાસા અ છે સુણ સુંદરી, તીરથને અનુકૂલ રે ગુણમંજરી. ૫ , તીરથ યાન ધરે મુદા સુણ સુંદરી, સેવે એની છાંય રે ગુણમંજરી; ગાનવિમલ ગુણ ભાખિયે સુણ સુંદરી,
શત્રુંજયમાહાસ્યમાંહી રે ગુણમંજરી ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com