________________
[ ૫૮ ]
નૂતન ભાડવા ડુંગર છ ગાઉની પ્રદક્ષિણાને મહિમા આ ડુંગરને આભારી છે. સિદ્ધવડ–અહીં અસંખ્ય મુનિરાજે સિદ્ધિપદને પામ્યા હોવાથી “સિદ્ધવડ કહેવાય છે. અહીં આદિનાથ ભગવાનની પાદુકા છે.
બાર ગાઉની પ્રદક્ષિણા કદંબગિરિ -આ પર્વત પર ગઈ ચોવીશીના બીજા તીર્થકર નિરવાણી જિનેશ્વરના કદંબ નામે ગણધર એક કોડ મુનિરાજે સાથે મોક્ષે ગયા છે.
હસ્તગિરિ–કદંબગિરિથી એક ગાઉ દૂર એક ગામને પાદર શ્રી શેત્રુંજી નદી ઓળંગીને આ ટેકરી પર જવાય છે.
યાત્રાના મુખ્ય દિવસ કાર્તિક શુદિ પૂનમઃ–શ્રી રાષભદેવજીના પાત્ર દ્રાવિડ વારિખિલ્ય, અઈમુત્તા અને નારદજી છ કરોડ મુનિવરો સાથે આ દિવસે સિદ્ધિપદને પામ્યા છે. આ ચાર મહાતપસ્વીઓની મૂર્તિઓ શત્રુંજય પર જતાં હીરબાઈ કુંડની પાસે એક દેરીમાં છે.
ફાગણ સુદ તેરસ:-શ્રી કૃષ્ણ વાસુદેવના પુત્ર સાબ અને પ્રદ્યુમ્ર સાડી આઠ કોડ મુનિવરો સાથે ભાડવા ડુંગર પર આ દિવસે સિદ્ધિપદને પામ્યા છે.
ચૈત્ર શુદિ પૂનમ:-શ્રી પુંડરીક ગણધર પાંચ કોડ મુનિવરો સાથે આ દિવસે મુક્તિપદને પામ્યા છે.
વૈશાખ શુદિ :–શ્રી ઋષભદેવ ભગવાનને અક્ષયતૃતીયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com