________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન વ્યાખ્યાન શક્તિના પ્રતાપે શ્રી સંઘમાં હવે તે આદર પણ પામવા લાગેલ. તેઓશ્રીનું સં. ૧૯૭૬ નું રાજનગર (અમદાવાદ) “જૈન વિદ્યા શાળા”નું ચાતુર્માસ પણ તે મુનિપ્રવરને જ આભારી લેખાએલ. બેકડાનો વધ પણ તે મુનિએ જ બંધ કરાવેલ !
તે સં. ૧૯૭૬માં વિદ્યાશાળામાં શરૂ થએલી મુનિરાજ શ્રી રામવિ. મ. શ્રીની–શ્રોતાઓનાં હૃદયે હચમચાવી નાખનારી હૃદયંગમ, વેધક અને વિષયાંતરવિહેણ તલસ્પર્શી દેશનાનું નિત્ય અહમહમિકાએ શ્રવણ કરવા આવી રહેલ સેંકડો ભાઈ–
હેને માટે એ વિદ્યાશાળાને વિશાળ ગણુતે હેલ વખત જતાં ઘણે સાંકડો થઈ પડેલ. સંખ્યાબંધ શ્રોતાઓ જગ્યાના અભાવે નિરાશ થઈ પાછા જવા માંડેલ! એમ થતું અટકાવવા સારૂ કાર્યવાહકોએ તે ચાતુર્માસમાં પણ માણેકચોકમાં મોટા મોટા ભવ્ય મંડપ બંધાવરાવીને ઉક્ત મુનિરાજનાં વ્યાખ્યાને પણ તેમાંના મુખ્ય મંડપમાં જ રખાવવા પડેલ! એ વ્યાખ્યાનેને શ્રવણ કરવા ઉમટેલા હજારે જેને જેનેતર શ્રોતાઓથી તે વિશાલ માણેક પણ ચીકાર ભરાઈ જવા લાગેલ! દેશના દ્વારા હોટલ અને રેસ્ટોરામાંના અભક્ષ્યભાણેની કારમીતાનું શ્રવણ થતાં લોકોએ વ્યાપક પ્રમાણમાં છોડી દીધેલ હટલે અને રેસ્ટોરામાં લગભગ શૂન્યકાર પ્રસરેલ. ત્યાંના ભદ્રકાલીન મંદિરમાં નવરાત્રિના દિવસમાં દર વર્ષે બેકડાને વધ થતું હોવાનું સાંભળીને મુનિરાજ શ્રી રામવિજયજી મ.નું દિલ દ્રવી ઉઠેલ. એ વધ બંધ કરાવવા સારૂ તેઓશ્રીએ અતિ જોરદાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com