________________
)
તે વિશેષ અનુકૂળતાની જરૂર હોય છે. તથા ખરા ગાદીપતિ તેજ
છે. બીજા તે સ્વચ્છન્દથી કેવળ સ્વાર્થસાધક મૂર્તિઓ છે. તેઓ જગત્નું કલ્યાણ કરી શકે નહીં. કેવળ પૈસા પેદા કરવા શાસ્ત્રનિષિદ્ધ
આચરણવાળા થાય છે. આ પ્રકારને પણ એક મહાન ધર્મ ત્રાસ જ છે. અજ્ઞાનિ અબળાઓ, કે જેનાં આચરણનો ધડે ન હોય, મનને છે. પત્તા ન હોય અને વિષય વાસનાની મહા વ્યાધિગ્રસ્ત હોય તેને એકાન્તમાં એકલરાજ (બાવા) બ્રહ્યજ્ઞાન આપવાના ! ને બાઈઓ કૃતકૃત્ય થવાની ! “ કહેતલ બાલા ને સુણતા છેક બાલા!” મનુસ્મૃતિ જોશે તો ખબર પડશે કે સંન્યાસીએ વનમાં જ વસવું અને ઉત્તમ વૈભવ પાસે કઈ લાવે તો પણ તેના ઉપર સ્પૃહા રાખવી નહીં, અને સર્વને ત્યાગ કરી એકલા રહેવું જેથી સિદ્ધિ પામે. ભિક્ષાપાત્ર, વૃક્ષનાં મૂળ, છ તથા મલિન વસ્ત્રો, અસહાયતા (એકલા વિચરવું) અને સર્વના ઉપર સમાન ભાવ આટલાં મુકત પુરૂષનાં લક્ષણ છે. સંન્યાસીએ આઠ મહિના બહાર ફર્યા કરવું અને વર્યા રૂતુમાંજ હિંસા ન થાય માટે એક ઠેકાણે વાસ કરે. પૃથ્વીકંપાદિ ઉત્પાત, કાગડાદિના શબ્દો ઉપરથી શુકને, નક્ષત્રાદિના ફળો તથા સામુદ્રિકનાં ચિન્હ કહી ચિકિત્સા વગેરે કરી રાજ કે મંત્રીઓને રાજનીતિના ઉપદેશ કરી અધ્યાપન (ભણાવવું) અને ઉપદેશ કરીને સંન્યાસીએ કોઈ દહાડો ભિક્ષાની પણ ઈચ્છા કરવી નહીં (અર્થાત વ્યવહારમાં પડવું જ નહીં). સંન્યાસીએ એકજ વખત ભિક્ષા માગવી અને વધારે વાર નહીં. જે ભિક્ષામાં આસક્તિ રાખે છે તો સંસારના વિષયમાં . બંધાય છે. જે સત્કારપૂર્વક ભિક્ષા મેળવે તો મુક્ત છતાં પણ જન્મના બંધનથી બંધાય છે. શાસ્ત્રમાં કહેલાં કાર્યો નહીં કરવાથી આ મનુષ્યોને પશુ, પક્ષી વગેરેની યોનીમાં જન્મ થાય છે, નરકમાં છે
*Ceweweweweweestatoesteldealuse enesesex
5
.
.
-.
1
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com