________________
પ્રકરણુ ચાક્ષુ' રાજકુમારી સુદર્શના
ચાલુ ચાવીશીના આદ્ય તીથ"કર શ્રી ઋષભદેવ પરત્વેની નમિ તેમજ વિનમિની અત્યંત ઉલ્લાસપૂર્વકની ભક્તિથી રંજિત થયેલ ધરણેન્દ્રે તે બંનેને વૈતાઢ્ય પર્વતની ઉત્તર તથા દક્ષિણ શ્રેણીનું સામ્રાજ્ય ૪૮૦૦૦ પાòસિદ્ધ વિદ્યા સાથે આપ્યું હતું. બંનેએ પાતપાતાના ભૂપ્રદેશમાં ઇંદ્રાપૂરીની સ્પર્ધા કરે તેવી ઉત્તરશ્રેણીમાં ૬૦ ને દક્ષિણશ્રેણીમાં ૫૦ નગરી વસાવી અને તેના ચિરકાળ પન્ત ભાગવટા કર્યાં. પ્રાંતે તે પતિતાધ્ધારક સિદ્ધાચળ ઉપર મા‚ ગયા. આ જ વૈતાઢ્ય પર્વતની દક્ષિણ શ્રેણીમાં ગગનવલ્લભ નામનું અતિશય રમણીય અને નૈસર્ગિક સુંદરતાવાળુ મુખ્ય નગર હતું. તે નગરમાં અમિતગતિ નામના વિદ્યાધર રાજા અત્યત નિપુણતાથી રાજ્ય કરતા હતા. શ્રેષ્ઠ રાજવી તરીકેના સમગ્ર ગુણાથી તે આપતા હતા. તેને દેવાંગનાઓને પણ પરાભવ પમાડે તેવી જયસુંદરી નામની શીલશગારયુક્ત તેમજ ધર્માચરણી પટ્ટરાણી હતી. તેની સાથે વિલાસસુખ માણતાં તેઓને વિજયા નામની પુત્રીની પ્રાપ્તિ થઇ.
એક ખેાળામાંથી બીજા ખેાળામાં ખેલતી વિજયા ક્રમેક્રમે ચ'દ્રષિ'ખની માફક વૃદ્ધિ પામવા લાગી. ક્રમશઃ તે માનવીના મનને હરણ કરનાર યૌવન પામી. યુવાવસ્થાને કારણે તેના ઘાટીલા પ્રત્યેક ગાત્રા જાણે અનંગના અસ્રા હોય તેવી રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com