________________
પ્રકરણ ત્રીજું “અધાવબેધ” તીર્થની ઉત્પત્તિ
પવિનીખંડ નામના નગરમાં જૈન ધર્મપરાયણ જિનધમ નામને સુશ્રાવક વસતે હતે. સરળ સ્વભાવ અને માયાળપણાથી તેણે નગરના અનેક જનેને આકર્ષ્યા હતાં. તેમાં સાગરદત્ત નામને શિવમાર્ગી ગૃહસ્થ તેને પરમ મિત્ર બન્યા હતા. બંને બાળમિત્ર હોવાથી એક-બીજાને એકબીજા વિના ચાલતું જ નહિ, જળ-મીનવત તેઓને પ્રેમ વૃદ્ધિ ગત થતે ગયે. સાગરદત્ત પાસે અઢળક સંપત્તિ હતી અને તેણે પહેલાં પિતાના જ ખર્ચે એક ભવ્ય શિવમંદિર બંધાવી તેમાં પિતાના ખર્ચે જ પૂજારીઓ રાખ્યા હતા. સંપત્તિ સારા પ્રમાણમાં હોવા છતાં તેનામાં આડંબરને કે અભિમાનને લેશ નહોતે. આ ઉપરાંત સ્વભાવ સરલ અને ભદ્રિક હોવાથી ધર્મમાર્ગ જાણવાની જિજ્ઞાસા પણ હતી. જિનધર્મ સાથેના વધતા જતાં સંસર્ગથી સાગરદત્તમાં પરિવર્તન થવા લાગ્યું. તે તેની સાથે જિનમંદિરે જવા લાગ્યા અને વારં વાર રન સાધુઓના વ્યાખ્યાનને પણ લાભ લેવા લાગે.
વારંવારનું ઘર્ષણ શું નથી કરતું? કદરૂપ આકારના મોટા પત્થરને પણ નદીને જળપ્રવાહ ઘાટીલે અને નાજુક બનાવી ડે છે. જિનધામના પ્રતિદિનના પરિચય અને ચર્ચાથી તેમજ સદુગુરુઓના સમાગમથી સાગરદત્તના જીવનમાં અદૂભૂત પલટ થયે. તેને અહિંસાના ઉત્કૃષ્ટ મર્મનું ભાન થયું અને સાથોસાથ જૈન મુનિઓની નિઃસ્પૃહતા, તપસ્વીતા, વૈરાગ્યમયતા અને કડક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com