________________
==
=
==
=
પ્રવજ્યા ને કેવળજ્ઞાનપ્રાપ્તિ ] *
૨૫
કરી. ત્રણ જ્ઞાનના ધારક પરમાત્મા સંસારના ચિત્રવિચિત્ર સ્વરૂપના જાણ હતા અને વનિતા એ મહારાજાને વિલાસ માત્ર છે એમ જાણતા હતા છતાં ભેગાવલી કર્મ પૂરેપૂરું ક્ષય થયેલ ન હોવાથી જળ-કમળવત્ તેમણે અલિપ્તભાવે વિવાહત્સવ માટે આનાકાની ન કરી. છેવટે પ્રભાવતી આદિ સુશીલ અને સદાચારિણી રાજકન્યાઓ સાથે પરમાત્માને પાણિગ્રહણ મહત્સવ થયો. માત-પિતાને મન તે દિવસ અનુપમ હતો અને પ્રજા તેમજ યાચકજનેને તે દિવસ સેનાના સૂર્ય ઊગ્યા સરખે આનંદપ્રદ હતે. સંસારસુખના ફળરૂપે તેમને શક જેવો પ્રતાપી સુત્રત નામને દેદીપ્યમાન અને પ્રભાવની પ્રતિકૃતિ સરખે પુત્ર થયો.
આ પ્રમાણે સાડાસાત હજાર વર્ષ જેટલે સમય પસાર થઈ ગયો ત્યારે સુમિત્ર રાજવીએ પિતાના સ્કંધ પરથી રાજ્યભાર ઉતારી શ્રી મુનિસુવ્રતને સુપ્રત કર્યો. રાજ્યગવટાની કે સત્તાના શેખની લેશમાત્ર ઈચ્છા ન હોવા છતાં “ જિda જીગરી” એ સિવાતાનુસાર મણે રાજ્યકારભાર ગ્રહણ કર્યો. ચંદ્રમાંથી કદી અંગાર ઝરતે જે છે ? તે તે શીતળ સુધાવર્ષો જ કરે તેમ પરમાત્માના રાજ્યકાળમાં પ્રજાને સુખ–શાંતિ જ હતી. કદી પણ માર-ફાડ કે લૂંટ–ચારીને પ્રસંગ જ બનતે નહીં. લેકે એટલા નિલય હતા કે અહોનિશ પોતાના આવાસેના દ્વાર ખુલ્લા રાખતા. આવી સ્થિતિ ફક્ત રાજધાનીમાં–રાજગૃહીમાં જ હતી એમ નહિં પણ તેમના તાબાની સમસ્ત પૃથ્વી સુખશાંતિને આપવાદ લેતી. લેકને કરવેરા શું કહેવાય તેને સ્વને પણ ખ્યાલ નહોતે.
ધાવમાતા પિતાના ખેાળામાં ખેલતા બાળકની સારસંભાળ રાખે પરંતુ તેના પ્રત્યે તેને જનેતા એટલે નૈસર્ગિક પ્રેમ ન પ્રગટે તેવી રીતે પ્રભુએ પંદર હજાર વર્ષ પર્યત પૃથ્વીનું પાલન કર્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com