SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ * [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર શકતા ન હતા. છેવટે દુભાતે દિલે વનમાળાએ વીરકુવીંદના ભ્રમિત જીવનની વાત સુમુખ રાજવી પાસે કાઢી અને બંનેના હૃદયમાં ઘોળાઈ રહેલ હકીકત ધીમે ધીમે પ્રગટ થવા લાગી. વનમાળાના વિચારને સુમુખ રાજવીનું અનુમોદન મળ્યું અને વીરકુવીંદ પાસે ઉભયે માફી માગવી એ મકકમ નિર્ણય થયે. વાચક! આ સંબંધમાં વનમાળા કે સુમુખ રાજવીને દોષ કાઢવા જેવું નથી, કારણ કે આ પ્રાણી કર્મરાજાને આધીન છે. તેના નચાવ્યા નાચ આ જીવને આ સંસારરૂપી રંગભૂમિ પર વિવિધ દેહ ધારણ કરીને કરવા જ પડે છે. મહારાજાએ આ પ્રાણીને એવી મદિરા પાઈ છે કે તેનું ઘેન એક-બે ભવ નહિ પરંતુ ઘણું ભવ સુધી પણ દૂર થતું નથી. કર્મના અબાધિત નિયમને જે પ્રાણુ બરાબર સમજે તે તે કદી બાહ્યાચાર કે બાહ્ય રૂપ-રંગ યા તે વૈભવવિલાસમાં રાચે નહિ. તે તે દરેક કાર્યની પાછળ કર્મની સત્તાનો જ વિચાર કરે. તેમાં પણ જે સાચી દષ્ટિ સાંપડી જાય તે મિથ્યા પ્રકારનાં અનેક દુખ દાવાનળ કે કંકાસ શીધ્રપણે શમી જાય. માણસથી ભૂલ થઈ જાય, પણ તેનું ભાન થયા પછી સાચા અંતઃકરણપૂર્વક તેને પશ્ચાત્તાપ કરે અને પુનઃ તેવી ભૂલ ન કરવાને નિર્ણય કરે તે તે સહેલાઈથી પૂર્વના પાપમાંથી મુક્તિ મેળવે છે. આ કથાનકને સમય ચાલુ અવસર્પિણી કાળના ચોથા આરાને શીતળનાથજીનાવારાને છે. આ સમયમાં ગુન્હાહિત કાર્યો અપાશે જ થતા અને જીવો પણ એવા હળુકમી હતા કે પ્રાયે ભૂલ કરતાં જ નહિ અને કરતાં તે તેનું ભાન થવાની સાથે પશ્ચાત્તાપપૂર્વક તેનું નિવારણ કરી લેતા. પરસ્પર વૈમનસ્ય કરવાનું કારણ ઉપસ્થિત જ ન થતું પરંતુ જેમ જેમ દુષળકાળને પ્રભાવ વધતા ગયા તેમ તેમ આ કમમાં સ્વાભાવિક ફેરફાર થવા લાગ્યા અને લોકેના હૃદયમાં પણ પાપી વાસનાએ વાસ કરવા માંડ્યો. વનમાળા અને સુમુખ રાજવીએ પશ્ચાત્તાપપૂર્વક પોતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034970
Book TitleMunisuvrat Swami Charitra Sachitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1942
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy