________________
* [શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર કેણ પારખી શકયું છે? આમ છતાં વિરકુવીંદને વનમાળા પ્રત્યેનો પ્રેમ કિંચિત્ માત્ર પણ ન્યૂન ન બન્યું. તે પોતાની આજીવિકા સંતોષવૃત્તિથી ચલાવતે હતે.
આત્રેયી પિતાની કાર્યસિદ્ધિ માટે તક શોધતી હતી તે તેને સાંપડી ગઈ. વિરકુવીંદ કાર્યપ્રસંગે બહારગામ જતાં આત્રેયીએ વનમાળાના નિવાસમાં પ્રવેશ કર્યો. તેણે જ્યોતિષીને પહેરવેશ ધારણ કર્યો. ગૃહમાં પ્રવેશ કરતાં જ તેને વનમાળીને આશીર્વાદ આપતાં કહ્યું કે-“હે વત્સ! તું શા માટે અત્યંત ચિંતામગ્ન અને ગ્લાનિમય દેખાય છે? તારા ગ્રહે હાલમાં સમર્થ બન્યા છે અને તે તારું ઇચ્છિત પૂર્ણ કરશે. તું સામાન્ય સ્ત્રી રહેવાને સજાઈ નથી. જે તને મારા પર વિશ્વાસ આવતું હોય તે તું તારી દિલની દર્દકથા મને કહે એટલે હું તેને લગતા મંત્રજાપદ્વારા તારું કાર્ય શીધ્ર સિદ્ધ કરી આપું. મારા નિમિત્તશાસ્ત્રના આધારે હું તને જણાવું છું કે તું અત્યારે મહત્ત્વાકાંક્ષાવાળી બની છે. તેને આ ગરીબ જિંદગી ગુજારવી પસંદ પડતી નથી અને તે માટે તારા મનમાં ઘણા વિચારો ઘોળાયા કરે છે. પણ તારા માર્ગમાં સહાય કરે તેવી કેઈ વ્યક્તિ નથી. પુત્રી ! તું જરા પણ ગભરાઈશ નહિ. અમારો પરદુઃખભંજનને તેમજ પરોપકાર કરવાને વ્યવસાય છે. દુઃખીઓના દુઃખે દૂર કરવા માટે જ અમારે આ પવિત્ર વેશ અંગીકાર કરે પડ્યો છે, માટે તું તારું દિલ ખેલી મને સર્વ હકીકત સ્પષ્ટ કહે.”
એક વૃદ્ધ પરિત્રાજિકાના મુખથી આવા આશ્વાસનજનક શબ્દો સાંભળી વનમાળાને મધ્યસાગરમાં ડુબતાને પાટિયાનું આલંબન મળી જાય તેના જેવું સુખ થયું. તેણે પોતાના મને ગત ભાવે જણાવી આત્રેયીને કહ્યું કે-“હે માતાજી ! કયાં એક અજા (બકરી) અને કયાં મૃગરાજ? ક્યાં રંક સ્ત્રી અને ક્યાં ઇંદ્ર? કયાં ગદંભી અને કયાં રાજેશ્વરી? એટલે અમારે બંનેને મેળાપ તે સંભવિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com