________________
.
સ્તોત્રસંગ્રહ ]
बृहदशांति स्तव આ સ્તવના કર્તાનું નામ સ્પષ્ટ નથી. કેટલાકે એમ કહે છે કે શ્રી નેમિનાથ તીર્થંકરની માતા શિવાદેવી જ્યારે દેવીપણામાં હતા ત્યારે તેમણે આ સ્તંત્રની રચના કરી છે. કેટલાક આ મતથી જુદા પડી એમ કહે છે કે આ સ્તવની રચના વાદવેતાલ શ્રી શાંતિસૂરિજીએ કરી છે. કર્તા ગમે તે વ્યક્તિ છે પરંતુ આ સતવમાં વિવિધ મંત્રાક્ષરો દર્શાવ્યા છે અને લઘુમાં વધુ પ્રાણીથી પ્રારંભીને સમગ્ર વિશ્વની શાંતિ ઈચ્છવામાં આવી છે.
श्री जिनपञ्जरस्तोत्र આ પણ એક પ્રભાવિક તેત્ર છે. તેમાં પંચપરમેષ્ઠીને નમસ્કાર કરીને ચાલુ ચોવીશીના તીર્થકરોના નામસ્મરણપુર્વક દેહ-રક્ષણની અભ્યર્થના કરવામાં આવી છે.
श्री गौतमस्वामी स्तोत्र પરમ પ્રભાવિક અનેક લબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીનું આ સ્તોત્ર પ્રભાવિક અને ચમત્કારપૂર્ણ છે. “ગૌતમસ્વામી” એટલું નામસ્મરણ પણ લાભકારક છે તે તેમના ગુણગાનગર્ભિત તેત્રપઠનની વાત જ શી કરવી? શ્રી ગૌતમસ્વામીના નામસ્મરણનું ફળ બતાવવું તે સુવર્ણને એપ આપવા જેવું છે. દરેક ગૃહે ગૃહે અને આબાલવૃદ્ધમાં તેમનું નામ પરિચિત થઈ ગયું છે. વ્યાપારી પણ તેમના નામસ્મરણપૂર્વક પિતાને વ્યવસાય તેમજ માંગલિક કાર્યો કરે છે. મુનિઓ ભિક્ષા માટે જતાં તેમના નામનું સમરણ કરે છે. દરેક વ્યક્તિએ આ સ્તોત્રને પ્રતિદિન પાઠ કરે તે આવશ્યક અને આત્મકલ્યાણકારક છે.
તેઓ ચરમ તીર્થકર શ્રી મહાવીરસવામીના મુખ્ય ગણપર હતા. તેમણે પોતાની તપશ્ચર્યાલારા અનેક લબ્ધિઓ પ્રાપ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com