________________
6
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
સ્થાને આવી જાય છે. તે જ પ્રમાણે કાચા સૂતરના તાંતણાને સાત ગાંઠ દઈ જેની પેચોટી ખસી ગઈ હોય તેને પગે બાંધવાથી પેચોટીનું દુઃખ નાશ પામી પેટી મૂળ જગ્યાએ આવી જાય છે.
૧૦. જેને કંઠમાળ થઈ હોય તેને એક સે ને એક વખત આ જાપ ભણું, કાચા સૂતરના તાંતણાને એકવીશ ગાંઠ મારી, તે દેરાને તેના ગળે બાંધવાથી કંઠમાળ મટે છે.
૧૧. જેની દાઢ સૂઝી આવી હોય કે દુઃખતી હોય તેને માટે એકવીશ વખત જાપ જપી તેના પર હાથ ફેરવવામાં આવે તે તે દાઢનાં દરેક જાતનાં દર્દો દૂર થાય છે.
૧૨. એકતાલીશ વખત જાપ જપી, કુંવારી કન્યાના હાથે સુતરના તાંતણાને સાત ગાંઠ દેવરાવી, ગળે દોરો બાંધવાથી ગમે તેવો એકાંતરી, ચોથી, વિષમ જવર આવતું હોય તે પણ તેવા દરેક પ્રકારના તાવને ઉપદ્રવ શાંત થઈ જાય છે.
૧૩. ચેતવીશ વખત મંત્રજાપ જપી, દોરો બનાવી બાળકના ગળે બાંધવાથી બાળકનાં દરેક જાતનાં ઉપદ્રવ દૂર થાય છે.
૧૪. એકવીશ વાર જપ, પાણી ભરેલા એક પ્યાલામાં ફેંક મારી, તે પાણી પેટના શૂળવાળાને પાવામાં આવે તે પેટનું શૂળ મટી જાય છે.
૧૫. સાત વખત મંત્ર જાપ ગણી, કેશરનું તિલક કરવાથી પતિ-પત્ની વચ્ચે ઉભવેલા કલેશનું નિવારણ થાય છે. તેમજ જેના કુટુંબમાં કલેશનું વાતાવરણ હોય તે દરેક વ્યક્તિને સાત વખતના જાપવડે મંત્રેલ કેશરનું તિલક કરવાથી પરસ્પર પ્રેમભાવ વૃદ્ધિ પામે છે અને કુસંપ-કલેશ દૂર થાય છે.
૧૬. પ્રભાતે આ મંત્ર એકવીશ વખત ગણે. પાણીના ત્રણ ઘુટડા નિત્ય પીવાથી સરસ્વતી દેવી પ્રસન્ન થાય છે તેમજ બુદ્ધિ નિમળ રહેવા સાથે પ્રતિદિન વિદ્યાની વૃદ્ધિ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com