________________
| અહં નમઃ | ॥अनन्तलब्धिनिधानाय श्रीगौतमस्वामिने नमः॥
મુનિસુવ્રતસ્વામીચરિત્ર
વિભાગ ૧ લો પ્રકરણ ૧ લું
પુષ્પધવાની પીડા આ આર્યાવર્તના વત્સ દેશમાં આવેલ શાંબી નામની નગરી પોતાની કીર્તિ–સુવાસથી દિગ-દિગંતમાં પ્રસિદ્ધિ પામેલી હતી. જાણે લક્ષમીદેવીએ તેને પિતાના નિવાસરૂપ બનાવી હોય તેમ તે નગરી સર્વ પ્રકારની અદ્ધિ-સિદ્ધિથી સંપન્ન હતી. તે નગરીમાં સુખ નામને રાજા રાજ્ય કરતા હતા. પિતાના ભુજાબળથી તેણે ભલભલા રાજવીને મદ ઉતારી નાખી તેને પિતાના ખંડિયા રાજા બનાવ્યા હતા અને કેટલીય રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ કરી તેણે પિતાના અંતઃપુરને શોભાવ્યું હતું. જાદી જુદી રાણીઓ સાથે ભેગવિલાસ ભોગવતા તેના દિવસે પાણીના રેલાની માફક વહી જવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com