________________
મંત્રસાધન વિધિ] * પ્રત્યે રાખી તેમાં જરા પણ ખલના ન આવે તે પ્રમાણે કરવું. નવકારવાળી જમણા હાથમાં રાખી નાસિકાના અગ્રભાગે અથવા જે અધિષ્ઠાયકની છબી નજર સામે રાખી હોય તેના પ્રત્યે સ્થિર દષ્ટિ કરી એક ચિત્તે જાપ શરૂ કર.
૮. મંત્રવિધાનના અધિષ્ઠાયક તરીકે તાત્કાલિક ફલદાતા અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામી ગણધરમહારાજા ગણાય છે. આ ઉપરાંત શ્રી જિનદત્તસૂરિ અને વીસમા તીર્થ કર શ્રી મુનિસુવ્રતસ્વામીના અધિષ્ઠાયક યક્ષ-યક્ષિણી પણ ફલદાતા મનાય છે, તો કોઈ પણ કાર્યસિદ્ધિ સંબંધે આ ત્રણે પૈકી કઈ એક અધિષ્ઠાયક દેવની તસ્વીર નજર સામે રાખી જાપ શરૂ કર. આ ત્રણે છબીઓ સગવડની ખાતર આ ગ્રંથમાં જ આપવામાં આવેલ છે.
૯. મંત્રજાપના સમયે એકાંતની ખાસ આવશ્યકતા છે. તે જ પ્રમાણે વિધાનમાં બતાવેલા અલગ અલગ પ્રકારના ધૂપે તેમજ દીપકે જાપસમયે અખંડિત એવી રીતે રાખવા કે ધૂપોમાંથી નીકળતી સુવાસિત ગંધ ઘરની બારીઓ દ્વારા બહાર ગગનમાર્ગે ચાલી જાય.
૧૦. ઘીના દીપકની જીત અખંડિત રીતે જાપની પૂર્ણતા પર્યન્ત રાખવી.
૧૧. કેઈપણ પ્રકારના મંત્રજાપની સાધનાથે બેસે ત્યારે પ્રથમ નીચે બતાવેલ રક્ષામંત્રને અવશ્ય જાપ કરો. તેમ કરવાથી મંત્રસાધન સમયે કઈ પણ દેવ-દેવી વ્યંતર તરફથી ધ્યાનસ્થ દશામાં ઉપદ્રવ થતો નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com