________________
કેન્દ્ર-મધ્યબિંદુ બને છે. તે આકારમાં આવીને દેવ બેસે છે અને ભક્તની મનોકામના પૂર્ણ કરે છે.
પ્રાણીમાત્રને ચમત્કાર પસંદ છે, સિદ્ધિ જોઈએ છીએ પરંતુ તે માટેનો પ્રયાસ સંપૂર્ણ અને શ્રદ્ધાવાળો હોતો નથી. આ પ્રમાણે પ્રયત્ન નિષ્ફળ જાય છે ત્યારે કહે છે કે મંત્ર, તંત્રો વિગેરે કાલ્પનિક છે. પરતુ મંત્ર, તંત્રો કે યંત્ર જે ખાટા હેત તે ભૂતકાલીન આપણું પૂર્વપુરુષો શ્રી વજસ્વામી, વાદી દેવસૂરિ, કલિકાલસર્વજી શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી ધર્મઘેષસૂરિ વિગેરે વિગેરે આ વિષય પર દુર્લક્ષ જ કરત પરતુ એટલું ખ્યાલમાં રાખવું જરૂરનું છે કે મંત્રશકિતને દુરુપયોગ ન કરવો. અંશમાત્ર દુરુપયોગ કસ્વા માટે ની સ્થૂલભદ્ર જેવા પણ શિક્ષાપાત્ર થયા હતા. મંત્રજાપમાં લૌકિક લાભ કરતાં કર્મ-નિર્જન રાનો હેતુ સવિશેષ રાખવો. દેવી અધિછિત હોય તે વિદ્યા કહેવાય અને જે દેવ અધિછિત હોય તે મંત્ર કહેવાય.
મંત્રજાપ કરનારે બ્રહ્મચર્યનું સંપૂર્ણ રીતે પાલન કરવું અને જેમ બને તેમ સંયમપૂર્વક જીવનચર્યા ચાલે તેમ વર્તવું. ભૂમિશયા રાખવી અને આચારવિચારમાં મલિનતાને પ્રવેશ કરવા દે નહિ.
આ સંબંધી વિશેષ સમજણ આ પુસ્તકમાં આપવામાં આવેલ સાધનવિધિમાં જણાવવામાં આવેલ છે એટલે તે હકીકતનું પુનરાવર્તન નથી કરતા.
મંત્ર સંબંધે જેટલું લખવા ધારીએ તેટલું લખી શકાય પરંતુ સંક્ષિપ્તમાં જણાવવાનું એટલું જ કે એકનિષ્ઠાપૂર્વક ક્રિયા કરવામાં આવે તો તે કદાપિ નિષ્ફળ જતી નથી. કોઈ પણ પ્રતિસ્પધી વ્યક્તિને કે શત્રુને હેરાન કરવા માટે કદાપિ મંત્રને ઉપયોગ ન કરવો.
મારા અન્ય પ્રકાશની માફક આ ગ્રંથમાં પણ સાધકની સરલતા ખાતર પ્રહે, ઘંટાકર્ણ યક્ષ, માણિભદ્ર તેમજ શ્રી મુનિસુવ્રતસ્વામી, શ્રી ગૌતમસ્વામી વિગેરેના ચિત્રો આપવામાં આવ્યા છે. આ કપરા કાળમાં પણ કરેલા મારા આ સાહસને સૌ કોઈ વધાવી લેશે અને આ લઘુ પુસ્તકમાં દર્શાવેલ મંત્રાને પોતાની જીવન સુધારણાર્થે ઉપયોગ કરશે એ જ અભ્યર્થના
મંગળદાસ ત્રિકમદાસ ઝવેરી
સાહિત્યભૂષણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com