________________
ના
લાલ
છા
રામ
પુરા
મુંબઈમાં લાલવાડી અને દાદરના જિનાલયે તેમની દેખરેખ નીચે ઘણા જ આકર્ષક અને મનોહર બન્યા છે. તેમજ મુંબઈ લાલબાગના નવા જિનાલયમાં સ્વ. શેઠ લાલજીભાઈ હરજીનું સ્મારક આરસનું બસ્ટ પણ તેમણે બનાવી જૈન સમાજની સેવા બજાવી છે. તદુપરાંત શ્રી થાણામાં બંધાતા નવપદજી જિનાલયના ભવ્ય મંદિરમાં આકર્ષક કેતરકામ તેમજ તીર્થોના કલામય પટો તેમની જ દેખરેખ નીચે વઢવાણ શહેરનિવાસી શ્રી ચીમનલાલ ડુગરલાલ સોમપુરા, શ્રી દુર્ગેશકર સેમિનાથ સોમપુરા વિગેરે કારીગરોની સહાયતાથી સુંદર અને સંતોષકારક બન્યાં છે. '
| જૈન સમાજના કાર્યકર્તાઓને તેમજ દેરાસરજીના ટ્રસ્ટીઓને અમારી ખાસ આગ્રહભરી ભલામણ છે કે કેાઈ પણ સ્થળે બંધાતા જિનાલયો, ઉપાશ્રય અથવા જીર્ણોદ્ધારના કાર્યમાં તેમજ કોઈ પણ મહોત્સવ પ્રસંગે તીર્થરચનાના કાર્યમાં તેમની ખાસ સલાડુ લેવી લાભકારક નીવડશે.