________________
-
-
-
-
----- -
-
—
સીરત્નની પ્રાપ્તિ ] વિશાળ નદી અને બીજી તરફ વ્યાવ્ર જેવી બની ગઈ. સમજાવટને પૂરેપૂરો પ્રયાસ કર્યા છતાં સીહઠ આગળ તેમના દરેક પ્રયાસ નિષ્ફળ નીવડ્યા. ત્યારે છેવટના ઉપાય તરીકે પદ્યોત્તર રાજાએ બંને રાણુઓની રથયાત્રા અટકાવી. જવાળાદેવીને આ પ્રસંગથી અતિશય દુઃખ થયું. માતાના દુઃખને પિતાની જ પીડા માનનારા મહાપદ્યને પણ આ પ્રસંગથી ઘણું જ માઠું લાગ્યું. આ બનાવથી તેને પિતાને પોતાનું જ સ્વમાન ધવાનું જણાયું. પુરુષાર્થી પુરુષ સ્વદેશમાં રહી પોતાની સ્વમાનહાનિ જેવા કરતાં પરદેશ જ ઈ ગણે છે એટલે મહાપદ્મ પણ રાત્રિના સમયે એકલે ચાલી નીકળ્યો અને પરિભ્રમણ કરતાં એક મહાટવીમાં તાપસના આશ્રમમાં આવી ચઢ્યો. તાપસેએ તેને આદરસત્કાર કર્યો અને મહાપદ્મ પિતાના આવાસની માફક જ ત્યાં રહેવા લાગ્યા. અહીં તેને ભવિષ્યમાં પિતાનું સ્ત્રીરન થનાર કન્યાને મેળાપ થયે, પરંતુ ભવિતવ્યતા હજી પરિપકવ થયેલ ન હેવાથી પાણિગ્રહણ ન થયું.
ચંપાપુરીને રાજા જન્મેજય મૃત્યુ પામ્યા અને નગરમાં દાવાનળ લાગતા અંતઃપુરની સ્ત્રીઓ ભયભીત થઈને મૃગલાની માફક જેમ તેમ નાશી ગઈ. આ આપત્યમયે નાગવતી નામની રાણી પોતાની મદના વળી નામની પુત્રી સાથે આ તાપસાશ્રમમાં આવી પહોંચી. મદનાવલીની દેહલતા કમળના દંડ જેવી કોમળ હતી. તેને કેશકલાપ નાગણીની માફક વળાંક લેતે કટિપ્રદેશની આસપાસ પથરાઈ ગયા હતા. તેના લાડુ હસ્તીની સુંઢની મૃતિ કરાવતા હતા. તેના નયને મૃગનેને પણ પરાસ્ત કરે તેવા કમનીય હતા. આ મદનાવલીના પ્રથમ દશને જ મહાપઘકમાર કામદેવને આધીન બન્ય. મદનાવલી પણ કુમારના સુંદર, ઘાટીલા અને સૂર્ય સરખા દેરીપ્યમાન
સુખમંડલથી તેના પ્રત્યે અનુરાગ ધરા લાગી. નાગમતીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com