________________
શ્રી મુનિસુવ્રત મોક્ષગમન] જ
----- ---- .
-
--
- --- -
- -
-
—--
--- ---
- -
--
આ બાજુ સંન્યાસી પણ અજ્ઞાન તપ તપી, આયુ પૂર્ણ થયે મૃત્યુ પામી સૌધર્મેદ્રના જ વાહન તરીકે ઐરાવણ દેવ થયા. પૂર્વભવના વર તથા ઠેષભાવને કારણે ઐરાવણ હસ્તીએ સૌધર્મેદ્રને જોતાં જ નાસવા માંડયું. કાત્તિક શ્રેષ્ઠીના જીવે તેને શીઘ પકડી તેના પર આરોહણ કર્યું એટલે રાવણે પિતાના બે મસ્તક કર્યો ત્યારે સોધમે પણ પોતાના બે સ્વરૂપ વિકવ્ય. બાદ તેના કુંભસ્થળ ઉપર પોતાના વજને પ્રહાર કરવાવડે તેને તાત્કાલિક વશ કર્યો. ખરેખર કીડી હોય કે કુંજર, રાય હોય કે રંક પરંતુ તેને કમની વિચિત્ર ગતિને વશ થવું જ પડે છે.
આ પ્રમાણે વિચરતાં વિચરતાં પરમાત્મા શ્રી મુનિસુવ્રતસ્વામીએ ઘણા ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ આપીને તાર્યો. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તેમણે અગ્યાર માસ ન્યૂન સાડાસાત હજાર વર્ષ પર્યન્ત પૃથ્વી પર પરિભ્રમણ કર્યું અને તેને પરિણામે તેમને પરિવાર નીચે પ્રમાણે થયે.
ત્રીસ હજાર મહાત્મા સાધુ, પચાસ હજાર સાધ્વીએ, પાંચ ચૌદપૂર્વધારી, અઢાસો અવધિજ્ઞાની, પંદરસે મનઃપર્યાવજ્ઞાની, અઢારસો કેવળજ્ઞાની, બે હજાર વૈક્રિયલબ્ધિધારી, બારસે વાદલબ્ધિવાળા, એક લાખ ને તેર હજાર શ્રાવકો અને ત્રણ લાખ ને પચાશ હજાર શ્રાવિકાઓ.
બાદ પિતાને નિર્વાણકાળ સમીપ આ જાણી તેઓશ્રી સંમેતશિખર ગિરિ પર પધાર્યા અને ત્યાં એક હજાર મુનિવરોની સાથે અનશન સ્વીકાર્યું. એક માસને અંતે છ માસની કૃણ નવમીને દિવસે તેમણે સિદ્ધિસ્થાન પ્રાપ્ત કર્યું. તેમનું કુલ આયુષ્ય ત્રીશ હજાર વર્ષનું હતું. તે પૈકી સાડાસાત હજાર વર્ષ કુમારવયમાં, પંદર હજાર વર્ષ રાજ્યપાલનમાં અને સાડાસાત વર્ષ હજાર વ્રતમાં વ્યતીત કર્યા. ઇદ્રોએ, દેવદેવીઓએ તેમજ ભૂપીઠના નરાધીપોએ પરમાત્માનો નિવાણું મહોત્સવ કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com