________________
સાહિત્યપ્રેમી, સખાવતી શેઠ લીલાધર ગુલાબચંદ વેરાવળ * * Honesty is the best Policy ” એ પ્રચલિત કહેવત અનુસાર પ્રામાણિકપણે જીવનચર્યા ચલાવનાર ભાઈશ્રી લીલાધર પ્રાપ્ત કરેલ દ્રવ્યને ધાર્મિક ક્ષેત્રોમાં વ્યય કરી રહ્યા છે. વ્યાપારી જીવન હોવા છતાં તેમને સાહિત્યના સારો શોખ છે અને એક મૂંગા સેવક તરીકે પોતાથી બનતી સહાય તેઓ સાહિત્યક્ષેત્રમાં કરે છે. તેમણે આ સ્વપરહિતકારક શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્રના પ્રકાશનમાં સારી સહાય કરી છે. અમારા પ્રાચીન સાહિત્ય સંશાધક કાર્યાલય પ્રત્યે તેઓ સદૈવ મીઠી નજરે જુએ છે અને તેના વિકાસમાં પોતાને પૂરે પૂરો સાથ આપી રહ્યા છે. તેમના ક્ષણના યત્કિંચિત બદલા તરીકે તેમને અંતઃકરણપૂર્વક આભાર માનું છું.
મંગળદાસ ત્રિકમદાસ ઝવેરી
સાહિત્યભૂષણ