________________
પ્રકરણ દશમું શ્રી મુનિસુવ્રતસ્વામીનું મેક્ષગમન વિભાગ બીજાના પ્રકરણ ત્રીજામાં આપણે જોઈ ગયા કે પૂર્વભવના મિત્ર પ્રત્યેના વાત્સલ્યભાવથી પ્રેરાઈ શ્રી મુનિસુવ્રતસ્વામી એક જ રાત્રિમાં દીર્ઘ વિહાર કરી ભરૂચ નગરે આવ્યા અને પોતાના પુરાણું મિત્ર અશ્વને પ્રતિબંધ પમાડી ત્યાં “અશ્વાવબેધ” નામના તીર્થની સ્થાપના કરી. ત્યારબાદ ભવ્યલકે પર ઉપકાર કરતાં તેઓ પૃથ્વીપીઠ પર વિચરી રહ્યા હતા તેવામાં જેવી રીતે અશ્વના ઉદ્ધાર માટે તેમને ભરુચ આવવાનું થયું તેવી જ રીતે એક ભાવિક ને ધર્મશ્રદ્ધાળુ શ્રાવકના ઉદ્ધાર માટે તેમને હસ્તિનાપુર આવવાનું થયું. ત્યાં હસ્તિનાપુરમાં એવી ઘટના બની કે જેને પરિણામે આપણને અજ્ઞાન તપ અને સમજણપૂર્વકના ચારિત્રપાલન વચ્ચે રહેલ આકાશ પાતાળ જેટલા અંતરની સમજ પડશે.
હસ્તિનાપુરને વિષે કાતિક શ્રેણી નામને ધનિક વ્યવહારી વસતે હતે. તેને વાણિજ્ય-વ્યાપાર એટલો બધો વિસ્તૃત હતું કે તેને ત્યાં એક હજાર જેટલા વણિકપુત્રે કાર્ય કરતા હતા. તે શ્રેણી જૈન ધમનુયાયી અને ટેકીલે હતે. સત્ય ધમનું તે મૂલ્યાંકન કરી શક હતું અને તેને પરિણામે તે કદી પણ મિથ્યાત્વીઓને સંસર્ગ કરતા નહિ. નગરને વિષે પણ કાતિક શ્રેણીની ધમદઢતા પ્રશંસાપાત્ર લેખાતી અને તેની સુવાસ પૃથ્વીતલ પર પણ દૂર-દૂર પર્યન્ત પ્રસરી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com