SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ સુદર્શનાની સ્વર્ગપ્રાપ્તિ ] * હેય તેટલું તેટલું સ્મરણમાં રાખવા માટે દરેક જણાવેલ પદાર્થના સંબંધમાં નક્કી કરેલ રકમ નંધી લેવી. ૧ રોકડા રૂપી આ આટલા ( )રાખવા. ૨ તમામ જાતનું ધાન્ય રૂા. ( ) સુધીનું સંગ્રહવું. ૩ સ્થાવર મિલ્કત, ઘર, હાટ, વખાર વિગેરે થઇને રૂા.( )સુધીનાં રાખવાં. ૪-૫ સેના, રૂપા, માણેક, હીરા વિગેરેના દાગીના રૂા. ( સુધીનાં રાખવાં. ૬ ફરનીચર, ઘરને પરચુરણ સામાન, રાચરચીલું, વાસણ વિગેરે રૂ ( )સુધીનું રાખવું. ૭ નાકર ચાકર બે પગવાળાં ( C) રાખવાં. ૮ ચાર પગવાળાં જનાવર ( ) રાખવાં. ૯ ક્ષેત્ર ( ) રાખવા. અથવા એકંદર રીતે નવવિધ પરિગ્રહનું પરિમાણ કરવું. જેમકે રોકડ, ઘરેણું, ઘર, હાટ, પરચુરણ રાચરચીલું તમામ મળી રૂા ( )સુધીનું રાખવું. તેથી વધારે થાય તે તરત જ ધર્મમાર્ગમાં ખરચી તેને સદુપયોગ કરે. આ વ્રતના પાચ અતિચાર નીચે પ્રમાણે ૧. ધનધાન્યપરિમાણતિક્રમ-જયારે ઈચ્છાના પરિમાણુથી ધન વધી જાય ત્યારે “આ તે મારા પુત્રનું’ એમ કહી ભાગ પાડવા તે અથવા જેટલી રકમ રાખી હેય તેમાંથી ઘરેણાં કરાવી લેવાં ઈત્યાદિ. ૨. ક્ષેત્રપરિમાણતિક્રમ-ક્ષેત્રે નિયમથી વધારે રાખવા. ૩. રૂપું તથા તેનું પરિમાણથી અધિક રાખવું. ૪. તાંબુ, કાંસું, પીત્તળ વિગેરે મર્યાદાથી વધારે રાખવું. ૫. દાસ, દાસી, ગાય, ભેંશ પ્રમુખ જનાવરે, પરિમાણથી અધિક રાખવાં. (૬) દિશિપરિમાણ વ્રત (પહેલું ગુણવ્રત ] પૂર્વે કહેલાં પાંચ અણુવ્રતને ગુણુકારક હોવાથી ત્રણ ગુણવ્રત કહ્યા છે. તે મથે આ પહેલું ગુણવ્રત જાણવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034970
Book TitleMunisuvrat Swami Charitra Sachitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1942
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy