________________
૬૦
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
જાગૃત થઈ અને તે સંબધે ઋષભદત્ત સાથવાહની સ'મતિ મળતાં જ તાત્કાલિક સાધને! ને સામગ્રી વહાણમાંથી પત પર મંગાવ્યાં. જાણીતા કારીગરાને વહાણમાંથી ઉપર માકલ્યા. દ્રવ્યની પણ કશી કમી ન હતી. ઘેાડા જ દિવસમાં ગગનમંડળ સાથે વાર્તાલાપ કરતા ભવ્ય જિનપ્રાસાદ ખડા થઇ ગયા. તે મંદિરમાં શ્રી મુનિસુવ્રતસ્વામીની ભવ્ય અને કાંતિમાન પ્રતિમાની સ્થાપના કરી.
આ પ્રમાણે જૈનમંદિરના નિર્માણનું કાર્ય પૂર્ણ કરી સુદના સપરિવાર પતથી ઊતરી નીચે વહાણમાં આવી. વહાણ રવાના થતાં પહેલાં તેણે પેાતાની જન્મભૂમિસિ'હલદ્વીપ પ્રતિ દૃષ્ટિ ઢોડાવી. પેાતાની માતૃભૂમિના સ્મરણથી તેની આંખ કઈંક અશ્રભીની થઇ ગઈ. નીતિકારે કહ્યું છે કેલની જ્ઞાનમૂમિશ્ચ ત્રર્પાર્ટાના ચરીયણી | વળી આપણામાં કહેવત પણ પ્રચલિત છે કે− ઊંટ મરે તે ય માળવા સામે જુએ,’ આ ઉક્તિની માફ્ક સિંહલદ્વીપ સુદ્રનાના ચિત્તને પેાતા તરફ આકષી રહ્યો હતા, છતાં પણ ઈષ્ટકાયની સિદ્ધિને ખાતર મનને મક્કમ બનાવી સુદર્શનાએ સિ’હલદ્વીપને છેવટના નમસ્કાર કર્યાં અને નિમકેના વહાણુ આગળ ચલાવવા આજ્ઞા આપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com