________________
૭૮
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
ભાવે આભારની લાગણીપૂર્વક વંદન કરી તે કૃતકૃત્ય થઈ. મુનિએને વંદન કરી આગળ ચાલતાં તે મુખ્ય આચાર્ય સમીપે આવો પહોંચી. આચાર્યની શાંત ને ભવ્ય મુખમુદ્રા જોઈ સુદશના પિતાના ઉઠાવેલા શ્રમને પણ સાર્થક માનવા લાગી. સુદર્શનાએ વિધિપુરસ્સર નમન કરી તેમની નજીક બેઠક લીધી. ભાવિતાત્મા જાણી આચાર્ય મહારાજે ધર્મના સ્વરૂપનું સંક્ષિપ્ત ખ્યાન વર્ણવી બતાવ્યું. આ દેશનાના પ્રતાપે જિંદગીમાં કદી ન અનુભવેલું સુખ સુદર્શનાએ અનુભવ્યું. - આચાર્યશ્રીએ ધર્મના આધારભૂત કાર્યો, શાસ્ત્રજ્ઞાન અને તેના પ્રકારે વિગેરે સર્વ હકીક્ત ટૂંકમાં કહી સંભળાવી, પ્રાંતે જણાવ્યું કે આ સ્થાન અતિ પવિત્ર છે. અત્રે વિશમા તીર્થંકર શ્રીમુનિસુવ્રતસ્વામીએ પિતાના પૂર્વભવનામત્ર અશ્વને પ્રતિબંધ પમાડ્યો હતો અને તેને કારણે “અધાવબોધ તીર્થ” એવા નામથી આ સ્થાન પ્રસિદ્ધિ પામ્યું છે પરંતુ આ સ્થાન પર જે ભવ્ય જિનાલય ઊભું કરવામાં આવે તે તેના દર્શન-પૂજનથી પાપી પ્રાણીઓ પણ પિતાના કમપંકને ધોઈ નાખે. આચાર્ય શ્રીએ સુદર્શનને જિનભુવન તેમજ જિનબિંબ બનાવવાનો, તેની પ્રતિષ્ઠા કરવાને, તેની સેવા-ભક્તિ કરવાને તથા તેના અનમેદન વિગેરેથી પ્રાપ્ત થતે અનહદ લાભ યથાસ્થિત સમજાજો. આચાર્યશ્રીને ઉપદેશ સુદર્શનાને અમૃત સમાન આહ્લાદક નીવડ્યો.
વાવેલા બીજને નીકદ્વારા જળસિંચન થતાં પુષ્ટિ મળે તેમ સુદર્શનાના કોમળ હૃદયને આચાર્યશ્રીને ઉપદેશની પુષ્ટિ મળતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com