________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર પ્રવેશ કરી સાર્થવાહના આગમનના અને રાજવીને મળવાની ઉત્કંઠાના સમાચાર આપ્યા.
રાજાજ્ઞા થતાં જ સાર્થવાહને પ્રવેશ કરાવવામાં આવ્યા, તે સાર્થવાહનું નામ રાષભદત્ત હતું. ગુજરાતના પ્રસિદ્ધ બંદર ભરુચ શહેરમાં તેને નિવાસ હતું. ત્યાંના સેંકડે શ્રેણીગણમાં ઋષભદત્તનું સ્થાન મુખ્ય હતું. જેવી રીતે તે સાહસિક હતે તેવી જ રીતે ધન-વ્યય કરવામાં તેમજ ધાર્મિક કાર્યો કરવામાં પણ વિચક્ષણ હતે. જૈન ધર્મ પ્રત્યે પૂરેપૂર અનુરાગ હતે. કરિયાણાના ક્ય-વિજ્ય અર્થે તેણે પિતાના નગરથી સિંહલદ્વીપ પ્રતિ પ્રયાણ કર્યું હતું.
રાજાને નમસ્કાર કરી તેણે નજરાણું ધર્યું. રાજાએ પણ તેને ઉચિત આસન આપી કુશળ સમાચાર પડ્યા. પરસ્પર વાર્તાલાપમાં એક બીજા દેશોની અને નવીન વસ્તુઓની ચર્ચા ચાલી રહી છે તેવામાં રાજકુમારી સુદર્શના પિતાના તેજથી સભાજનેને મુગ્ધ કરતી રાજસભામાં આવી પહોંચી. આવતાંવેંત જ તેણે રાજવીને સવિનય પ્રણામ કર્યો અને રાજાએ પણ તેના કે વાત્સલ્ય દર્શાવતાં કહ્યું કે- “હે પુત્રી! તું દીર્ઘ સમયથી વિદ્યાભ્યાસ કરી રહી છે, તારું જ્ઞાન વિશાળ બન્યું છે એમ ઉપાધ્યાય જણાવે છે, પરન્ત તું વિદ્યાનું અભિમાન કરીશ નહિ, કારણ કે માણસને જ્યારથી અભિમાન સ્પર્શે છે ત્યારથી તેની પ્રગતિ અને વિકાસ અટકી પડે છે.”
જવાબમાં સુદર્શનાએ નમ્રતાપૂર્વક કહ્યું કે-“હે પિતાજી! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com