________________
અને અભિલાષાઓ ઉપર થાય છે. જે પ્રકારનું વાચન તેના હૃદયને કબજો મેળવે છે તેવા પ્રકારનો તેને જીવનવ્યવહાર ઘડાય છે અને તેટલા જ ખાતર જીવનને સદાચારી, શ્રદ્ધાળુ અને ન્યાય–નીતિપરાયણ બનાવવા માટે આવા મહાપુરુષોના ચરિત્રની અવશ્યક્તા છે. જીવનચરિત્રમાં હૃદયને આકર્ષવાની અગર તો વાચકના હદય પર ધર્મજીવનની સચેટ છાપ પાડવાની શક્તિ રહેલી છે. આપણે ઘણા કથાનકમાં વાંચીએ છીએ કે બાલવયમાં આનંદ, પ્રેમ, શૌય કે ભક્તિના અમીપાન પીનાર વ્યક્તિએ ભવિષ્યમાં તેવી મહત્વકાંક્ષાના બળે તે તે ક્ષેત્રોમાં અમર નામના પ્રાપ્ત કરી છે. અમે પણ આ જ કારણને અનુલક્ષીને આ મુનિસુવ્રતસ્વામીનું ચરિત્ર પ્રકાશિત કર્યું છે.
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર સંબંધી સંપૂર્ણ હકીક્ત દર્શાવનારે કોઈ ગ્રંથ હૈયાત ન હોવાથી અમેએ આ દિશામાં પ્રયત્ન શરૂ કર્યો અને તેના ફલસ્વરૂપ આ સંક્ષિપ્ત ચરિત્ર આપ સમક્ષ રજૂ કરવા ભાગ્યશાળી થયે છું, જેમાં આ બીજી આવૃત્તિના પ્રકાશનથી વધુ સંતોષ થાય છે.
આ ચરિત્રમાં પરમાત્મા શ્રી મુનિસુવ્રતસ્વામી જે વંશમાં જમ્યા તે વંશની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે દર્શાવી, શ્રી મુનિસુવ્રતરવામીના પૂર્વભવેનું વર્ણન આપી તેમના દીક્ષાદિ વિષયનું વિવેચન કરવા માં આવ્યું. ત્યારબાદ પરમાત્માએ સ્થાપેલા અશ્વાવબેધ તીર્થની સાથે સંબંધ ધરાવતી રાજકુમારી સુદર્શનાને સંબંધ અને છે અને છેવટે પરમાત્માના શાસનકાળમાં થએલ નવમા ચકવર્તીના વૃતાંતની સાથે જૈન આચાર્યોની પ્રાભાવિક્તા અને સામર્થ્યતા દર્શા. વવા માટે શ્રી વિષ્ણુકુમારનું સંક્ષિપ્ત જીવનવૃત્ત આપ્યું છે.
આ ચરિત્રમાંથી મુખ્ય બોધ જે કોઈ પણ તરવરતો હેય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com