________________
ગૌતમ કેવળી મહાવિધા ફળાધીશ
૧૨૭
માફક ઈજ્જતના રક્ષણાર્થે પણ વહાલામાં વહાલી ચીજ વેચી નાખે છે તેનો લાભ હવે તમને મળી રહેશે ને અત્યારે મળી રહે છે. એકાદ સ્ત્રી તરફથી તમને લાભ મળવા સંભવ છે. આ એકાદ ગુપ્ત લાભ પણ તમેને એકાદ વખત મ છે. કેમ મારા મહેરબાન?
૧૧૨–આ પ્રશ્ન લાભદાયક છે- ધનપ્રાપ્તિ હવે સારી થશે. હવે ભાગ્યોદયના દિવસે નજદીકમાં જ છે. જે કામ હાથ ધરશે તેમાં તમને લાભ જ મળવાને છે. ધાર્મિક કાર્યો કરતા રહો જેથી પૂણ્ય હાંસલ થશે ને સુખ મળશે. મકાન બાંધવાને ઈરાદે ફલિભૂત થશે. ભાઈએથી જુદાઈ થશે-જમીનથી તમોને લાભ થવાનો છે. તમારી તીર્થયાત્રાની ભાવના પૂરી થશે–તમારા ધારેલા ધાર્મિક કાર્યો થઈ શકશે.
૨૩૩–ડા સમયમાં સ્નેહીજનને મેળાપ થશે. ઈજ્જત અને આબરૂમાં વધારે થશે. રાજ્ય તરફથી ફાયદો થશે. સ્ત્રી તરફનું સારું સુખ દેખાય છે. એક વખત અચાનક લાભ મળશે. ધારેલ કાર્ય પાર પડશે અને ધન-દોલત ધાર્યા પ્રમાણે મળી રહેશે. સાથે સાથે ધર્મ–ભાવના સારી રાખવી ને બે પૈસા તેમાં હશથી ખરચવા.
૨૦૧–તમારૂં ધારેલ કાર્ય ત્રણ મહીનામાં ફલશે. પોતાના કુટુંબીઓ તરફથી હવે સુખ મલવાની આશા છે. સંતાનોની વૃદ્ધિ થશે. વેવિશાળ અને લગ્નની ચિંતા મટી
જશે ને તે કાર્ય યશસ્વી રીતે પાર પડશે. તમારે વહેવાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com