________________
૧૨૨
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
ઉપર તલ થયો હોય તે દેશ-પરદેશમાં મુસાફરી કરે અને લાભ પ્રાપ્ત કરે. આંખ ઉપર તલ હોય તો નાયકની પદવી પ્રાપ્ત થાય. મેઢા ઉપર તલ હોય તે ધન-વૈભવ મળે. ગાલ ઉપર તલ હોય તે ખુબસુરત સ્ત્રી પ્રાપ્ત કરે. ઉપલા હોઠ ઉપર તલ હોય તે ધનપ્રાપ્તિ થાય અને બેલેલું વચન કાયમ રહે-માન્ય થાય. નીચલા હોઠ ઉપર તલ હોય તે કંજુસ થાય. કાન ઉપર તલ હોય તે શખ્સ ઘરેણાં તથા ઝવેરાતને ભેગી થાય. ગરદન–ડેક ઉપર તલ હોય તો એશ-આરામને ઉપભેગ કરે, સ્ત્રીની તરફથી વારે સાંપડે અને દીર્ધાયુ ભોગવે. જમણી છાતી ઉપર તલ હોય તે સારી સ્ત્રી તરફથી ફાયદે થાય તથા મનની ધારણા પૂર્ણ થાય. ડાબી તરફ તલ હેય તો ઓછું ફળ મળે, પણ સાવ વ્યર્થ તે ન જ થાય. જમણા હાથ ઉપર તલ હોય તે સ્વકમાઈ ઉપર નિર્ભર રહે એટલે પિતાના હાથની કમાઈ ભગવે. ડાબા હાથ ઉપર હોય તે પણ લાભ થાય, પરંતુ વ્યર્થ ન જાય. ખંભા ઉપર તલ હોય તે દરેક જાતની વિદ્યામાં હોશિયાર થાય. ડાબા ખંભા ઉપર તલ હોય તો એછા ઈલમવાળ-ઓછી વિદ્યાવાળે થાય. હાથના પંજા ઉપર તલ હોય તો દિલને દિલાવર-ઉદાર દિલને થાય. જાંઘ ઉપર તલ હોય તે અશ્વાદિ ઉપર સવારી કરવાનું સુખ મળે અને લશ્કર-સેનામાં ફત્તેહ મેળવે. પગ ઉપર જે મનુષ્યને તલ હોય તે પરદેશની મુસાફરી કરે અને ફાયદો હાંસલ કરે.
પુરુષોને જમણી બાજુ તલ, મસા અથવા લસણ હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com