________________
પ્રકરણ છે '
શ્રી સિદ્ધચક યત્ર શ્રી સિદ્ધચક્ર અગર તે નવપદજી મહારાજના પવિત્ર નામથી જૈન સમાજને એક પણ શબ્સ અપરિચિત નહિં હોય. હાલમાં તે શ્રી સિદ્ધચક્રના આરાધનને સવિશેષપણે પ્રચાર થયો છે અને પ્રતિદિન તેની વૃદ્ધિ થઈ રહી છે. શ્રી સિદ્ધપક એટલે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સમ્યગ દર્શન, સમ્યગૂ જ્ઞાન, સમ્યફ ચારિત્ર અને તપ એ નવ પદને સમૂહ.
મંત્ર, તંત્ર અને યંત્રે તે વિવિધ પ્રકારના છે પરંતુ સર્વ યંત્રોમાં શ્રી સિદ્ધચક્રને યંત્ર સર્વશ્રેષ્ઠ અને શત્ર ફળદાયી છે. તેમાં જે સ્થાન મેરુપર્વતનું, પશુઓમાં જે સ્થાન સિંહનું, નદીઓમાં જે સ્થાન ગંગા નદીનું, પંખીઓમાં જે સ્થાન હંસનું, તિષગણમાં જે સ્થાન સૂર્ય–ચંદ્રનું, મંત્રોને વિષે જે સ્થાન નવકાર મંત્રનું છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com