________________
૧૦
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર કારી લીધી અને ટૂંક સમયમાં કાર્યસિદ્ધિ કરવાની ખાત્રી આપી. આત્રેયી મંત્ર-તંત્રવિદ્યામાં પ્રવીણ હવા સાથે ચકેર અને બુદ્ધિશાળી હતી. તે વનમાળાને પિતાની જાળમાં સપડાવવા રોગ્ય તકની રાહ જોવા લાગી.
આ બાજુ ચંચળ મનની વનમાળાની સ્થિતિ પણ રાજા કરતાં કંઈ ઓછી ગ્લાનિમય ન હતી. કામદેવનાં બાણ તેના હદયને પણ વધી રહ્યા હતા, પરંતુ તેના હૃદયમાં એક મેટું દુઃખ એ હતું કે પોતે એક હલકા કુલની હતી, તેને રાજા કઈ રીતે સ્વીકારી શકે? અર્થાત્ તેને પોતાના મનસૂબા હવાઈ કિલ્લા જેવા જણાયા. ક્ષણમાં તેના વિચારો કરતાં કે–ના, ના, રાજ મને અવશ્ય સ્વીકારશે જ, કારણ કે રવાડી જતાં તેનું મન મારા પ્રત્યે પૂરેપૂરું આકર્ષાયું છે. આ બધી વિચારણાને અંતે એક પ્રશ્ન પાછે તેને મૂંઝવતું હતું કે અમારા બંનેને સંગ થાય કેવી રીતે? અને આ કાર્યમાં સહાયક થાય પણ કોણ? આ વિષાદમય પ્રશ્નના ઉત્તરરૂપે તેના હૃદયમાંથી ઊંડા ખેદ સાથે વિશ્વાસ નીકળી જતે.
ગૃહકાર્યમાં તેનું લેશ પણ ચિત્ત ચેટતું નહિ, તેના ચંચળ ચિત્તમાં રાજા સંબંધી વિચાર આવ્યા કરતા અને તેને અંગે તે પિતાના પતિ વીરકુવદને પણ ભૂલી જતી. કેઈ કેઈ વાર તેને પ્રેમ યાદ આવી જતા અને પિતાના વિપરીત વિચાર માટે તેને ધિક્કાર ઉપજતે પણ તે ક્ષણિક નીવડત અને પાછા રાજવૈભવ, સુખસાહ્યબી અને ભોગવિલાસના વિચારમાં તે રક્ત બની જતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com