________________
૨૪
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
સૂત્રોમાંથી યા તે અન્ય ક્ષેત્ર દ્વારા હસ્તગત થતી જાય તેટલી તેટલી જે તેઓ શાસનસેવા અર્થે રજૂ કરતા રહેશે તે જરૂર તેઓએ શાસનની અને સાથેસાથે માનવજાતિની અમૂલ્ય સેવા બજાવી ગણાશે.
અમોએ આ ગ્રંથમાં રજૂ કરેલ મંત્રવિધાને તેમજ સ્તોત્રે જે પૈકી કેટલાક પ્રકાશિત અને થોડા હસ્તલિખિત ગ્રંથમાંનાં છે તે સર્વને એકત્રિત કરી આ ગ્રંથદ્વારા એટલા માટે પ્રકાશિત કરીએ છીએ કે છુટું છવાયું પડેલ મંત્ર સંબંધી સાહિત્ય એક જ સ્થાને સંગ્રહિત થાય અને આવા અતીવ ઉપગી ગ્રંથનો લાભ દરેક વ્યક્તિને માટે ફલદાયી થઈ પડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com