SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પુષ્પધન્વાની પીડા પ્રજામાં શંકાની લાગણી ફેલાશે માટે આપ વનક્રીડાથે પધારે. ચેાગ્ય સમયે આપનું ઇચ્છિત કાર્ય પાર પડી જશે. ” મત્રીના આ વચનો અત્યારે રાજવીને શૂળની માફક શલ્યરૂપ લાગ્યા પરતુ અવસરને એળખી જઈ તેણે મહાવતને હાથી ચલાવવા આજ્ઞા આપી. રાજા આગળ ચાલ્યા તે ખરો પણ તેનુ હૃદય તા પાછળ વનમાળા પાસે જ રહ્યું હતું. ઉદ્યાનમાં આવી પહેાંચવા ખાદ રાજાને ખુશી કરવા ચિત્રવિચિત્ર ક્રીડા કરવામાં આવી પણ શૂન્યમનસ્ક બનેલ સુમુખને કશે। પણ આનંદ ન ઉપજ્યા. તેને પુષ્પના પ્રહારો અગ્નિ સરખા સંતાપ કરવા લાગ્યા, જળકીડા હિમ સરખી કષ્ટદાયી થઈ પડી, મિષ્ટ ભેાજનસામગ્રી તેને ઝેર જેવી લાગી, સુગધી જળ-પાન તેને દાહ ઉપજાવવા લાગ્યુ. જેમ જડ પદા યંત્રની મદદથી કાર્યાં કરે તેમ રાજા પણ અત્યારે યંત્રવત્ દરેક કાર્યોમાં ભાગ લેતા હતા પણ તેનું ક્ષુબ્ધ મન તે વનમાળાના ચિંતનમાં જ રક્ત હતુ. રાણીઓએ પણ રાજાના ચિત્તના ર ંજન માટે વિધવિધ પ્રયાસો કર્યા, પરંતુ રાજાને લેશ માત્ર પ્રમેાદ થયા નહિ. વિચક્ષણ મંત્રી આ સ વસ્તુ યથા જાણી ચૂકયા હતા એટલે તેણે પ્રસંગ જોઇ રાજાને એકાન્તમાં લઇ જઇ કહ્યું કે-“ હે સ્વામિન્ ! આપ આટલા બધા વિહવળ કેમ બની ગયા છે ? આ બધી મનેાર જક ક્રીડામાં આપ ઉદાસીનભાવ કેમ સેવી રહ્યા છે ? આપના હૃદયમાં શું શલ્ય છે તે મને કહે। તે હું તેના પ્રતીકાર કરવા ઉચિત પ્રયત્ન કરું ? ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat の www.umaragyanbhandar.com
SR No.034969
Book TitleMunisuvrat Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1951
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy