________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
વર મિલ્કત, ઘર, હાટ, વખાર વગેરે થઈને રૂ. ( ) સુધીનાં રાખવાં. ૪-૫ સેના, રૂપા, માણેક, હીરા વિગેરેના દાગીના રૂ. ( ) સુધીનાં રાખવાં. ૬ ફરનીચર, ઘરને પરચુરણ સામાન, રાચરચીલું, વાસણ વિગેરે રૂ ( _) સુધીનું રાખવું. ૭. નોકર ચાકર બે પગવાળાં ( ) રાખવા. ૮ ચાર પગવાળાં જનાવર ( ) રાખવાં. ૯ ક્ષેત્ર ( ) રાખવાં.
અથવા એકંદર રીતે નવવિધ પરિગ્રહનું પરિમાણ કરવું. જેમકે રેકડ, ઘરેણું, ઘર, હાટ, પરચુરણ રાચરચીલું તમામ મળી રૂ ( ) સુધીનું રાખવું. તેથી વધારે થાય તે તરત જ ધર્મમાર્ગમાં ખરચી તેને સદુપયોગ કરે.
આ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે –
૧, ધનધાન્યપરિમાણતિકમ-જ્યારે ઈચ્છાના પરિમાણથી ધન વધી જાય ત્યારે “આ તે મારા પુત્રનું ” એમ કહી ભાગ પાડવા તે અથવા જેટલી રકમ રાખી તેમાંથી ઘરેણાં કરાવી લેવાં ઈત્યાદિ. ૨. ક્ષેત્રપરિમાણતિક્રમ-ક્ષેત્રે નિયમથી વધારે રાખવા. ૩, રૂપું તથા સોનું પરિમાણથી અધિક રાખવું. ૪. તાંબુ, કાંસું, પીત્તળ વિગેરે મર્યાદાથી વધારે રાખવું. ૫. દાસ દાસી, ગાય, ભેંશ પ્રમુખ જનાવરો પરિમાણથી અધિક રાખવા. (૬) દિશિપરિમાણ વ્રત [ પહેલું ગુણવત]
પૂર્વે કહેલાં પાંચ અણુવ્રતને ગુણકારક હોવાથી ત્રણ ગુણવત કહ્યા છે, તે મધ્યે આ પહેલું ગુણવ્રત જાણવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com